Site icon Revoi.in

આપની પાસે આઇટી રિટર્ન ભરવા માત્ર 3 દિવસનો સમય છે , નહીં તો ભરવો પડશે દંડ

44968867 - office work and filling in tax returns close up

Social Share

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2019-20 માટે અત્યારસુધીમાં 5.16 કરોડ લોકો રિટર્ન ફાઇલ કરી ચૂક્યા છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. જો કે જો હજુ પણ તમે આઇટી રિટર્ન નથી ભર્યું તો તમારી પાસે આઇટી રિટર્ન ભરવા માટે માત્ર 3 દિવસનો સમય છે. આપની પાસે માત્ર 10 જાન્યુઆરી 2021 સુધીનો સમય છે. આ તારીખ પછી તમે આઇટી રિટર્ન ફાઇલ કરશો તો આપને બમણો દંડ ભરવો પડશે. દેશભરમાં કોરોના મહામારી બાદ આયકર વિભાગ દ્વારા આઇટી રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારવામાં આવી છે.

આ અંગે આયકર વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું કે અત્યારસુધીમાં 5.16 કરોડથી વધુ ઇન્કમ ટેક્સ રિટર્ન 6 જાન્યુઆરી 2021 સુધી ભરવામાં આવી ચૂક્યા છે. જો આપે ફાઇલ નથી કર્યું તો કૃપયા કરીને આપનું ITR AY 2020-21 આજે જ ફાઇલ કરો.

જો તમે સમયસર ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તો વિભાગ તરફથી દંડ ફટકારવામાં આવે છે. જો કરદાતા 10 જાન્યુઆરી બાદ આઇટી રિટર્ન ફાઇલ કરે છે તો તેને 10 હજાર રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત એવા કરદાતા, જેમની આવક 5 લાખથી વધુ નથી તેમને લેટ ફીના રૂપમાં 1 હજાર રૂપિયા આપવા પડશે.

જો તમે પણ ટેક્સ માટે ઓનલાઇન માધ્યમનો ઉપયોગ કરો છો તો આપે એ ધ્યાન રાખવું આવશ્યક છે કે ક્યા દસ્તાવેજ આપને પહેલા ભરવાના છે અન કેવી રીતે આપનું આઇટીઆર ફાઇલ કરવાનું છે. મહત્વનું છે કે, આ પ્રોસેસને કરવા માટે આપને ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર સાઇન-અપ કરવું પડશે. પરંતુ, તેના માટે આપનું એકાઉન્ટ હોવું અનિવાર્ય છે.

(સંકેત)