Site icon Revoi.in

અંતે બે વર્ષ બાદ હવે જેટ એરવેઝ ફરી ભરશે ઉડાન

Social Share

નવી દિલ્હી: નાણાંકીય સંકટમાં ફસાયા બાદ આકાશમાંથી જમીન પર આવી ચૂકેલી એરલાઇન્સ કંપની જેટ એરવેઝ હવે બે વર્ષ બાદ ફરીથી ઉડાન ભરે તેવી આશા સેવાઇ રહી છે. બજારના અહેવાલો અનુસાર, જેટ એરવેઝ નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ તરફથી મંજૂરી મળ્યાના 6 મહિનાની અંદર કામગીરી ફરી શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હાલમાં જેટ એરવેઝના નવા માલિક કાલરોક-જાલાન કોન્સોર્ટિયમ સરકાર સાથે સ્લોટની ઉપલબ્ધતા અંગે વાતચીત કરી રહ્યાં છે, એરલાઇન્સ માટે વત્તા-ઓછા 15 બેઝિસ પર વૈકલ્પિક સ્લોટ્સ ખુલ્લા છે.

હાલમાં જેટ એરવેઝ પાંચ વર્ષની યોજના હેઠળ કાફલાના વિસ્તરણ માટે એરબસ તેમજ બોઇંગ સાથે પણ વાતચીત કરી રહી છે. કારણ કે એરલાઇન્સ તેની પાસે હાલ રહેલા તમામ 11 એરક્રાફ્ટને નિવૃત્ત કરવાની યોજના ધરાવે છે અને તેના સ્થાને નવા ફ્યુઅલ-એફિશિયન્ટ એરક્રાફ્ટ લીઝ ઉપર લેશે. જેટ એરવેઝને પ્રતિ એરલાઇન્સ દીઠ 50 થી 75 કર્મચારીઓની નિમણૂંક કરવાની યોજના છે.

નાણાંકીય સંકટને કારણે એપ્રિલ 2019માં જેટ એરવેઝે કામગીરી બંધ કરી હતી અને તેના સ્લોટ અન્ય એરલાઇન્સને ફાળવવામાં આવ્યા હતા.

નાદારી કોર્ટમાં તાજેતરમાં રજૂ કરેલા એફિડેવિટ મુજબ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કહ્યુ છે કે, જેર એરવેઝ સ્લોટ્સ મેળવવા માટે જૂની એરલાઇન્સ કંપની હોવાનો દાવો કરી શકશે નહીં.