Site icon Revoi.in

વરસાદની અછતથી ખરીફ વાવેતર ઘટ્યું, અત્યારસુધી 997 લાખ હેક્ટરમાં વાવેતર થયું

Social Share

નવી દિલ્હી: ચોમાસાની ઋતુના બે મહિના વીતી ગયા હોવા છતાં દેશના ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદની અછત જોવા મળી રહી છે. તેને કારણે ખરીફ પાકોના વાવેતરમાં મુશ્કેલી પડી રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં ખરીફ સીઝન 2021-22 દરમિયાન 13 ઑગસ્ટ 2021 સુધી કૃષિ પાકોનું 997.08 લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 1.78 ટકા ઓછું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ખરીફ સીઝન દરમિયાન સમાન સમયગાળા સુધીમાં 1015.15 લાખ હેક્ટરમાં કૃષિ પાકોનું વાવેતર થયુ હતું.

ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં ઘણી અનિયમિતતા દેખાઇ રહી છે અને 1 જૂન, 2021થી શરૂ થયેલી ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી વરસાદનું પ્રમાણ સરેરાશ કરતા 6 ટકા ઓછુ રહ્યુ છે. ખરીફ સીઝનમાં ડાંગર, કપાસ, શેરડી, તેલીબિયા અન કઠોળનું વાવેતર થાય છે.

ચાલુ ખરીફ સીઝન દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં ડાંગર, બાજરી, જુવાર, મગ, મગફળી કપાસનું વાવેતર ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ઓછુ રહ્યુ છે.