- LICના આઇપીઓ અંગ મોટા સમાચાર
- બહુ ઝડપથી LIC સેબીમાં ડ્રાફ્ટ પેપર જમા કરાવશે
- એલઆઇસીના આઇપીઓનું કદ 1 લાખ કરોડ હશે
નવી દિલ્હી: રોકાણકારો જેની લાંબી સમયથી પ્રતિક્ષા કરી રહ્યા છે તે LICનો આઇપીઓ આ વર્ષે માર્કેટમાં આવે તેવી શક્યતા હવે પ્રબળ બની છે. તેનું કારણ એ છે કે તાજેતરના સમાચાર પ્રમાણે LIC પોતાના પ્રસ્તાવિત આઇપીઓ માટે સેબીમાં જાન્યુઆરી મહિનામાં ત્રીજા સપ્તાહમાં ડ્રાફ્ટ પેપર જમા કરાવી શકે છે.
એક મીડિયા અહેવાલ અનુસાર LICના અધિકારીઓએ ગ્લોબલ રોકાણકારો સાથે થયેલી વાતચીતમાં આ વાતનો સંકેત આપ્યો છે. આ ઉપરાંત નાણા મંત્રાલયે પણ ગત મહિને જણાવ્યું હતું કે, આઇપીઓનું લિસ્ટિંગ ચાલુ નાણાકીય વર્ષ 2022 પૂર્ણ થાય તે પહેલા થઇ જશે.
LICના આઇપીઓની સાઇઝ 1 લાખ કરોડ રૂપિયાની હશે. એલઆઇસીનો આઇપીઓ ભારતનો અત્યારસુધીનો સૌથી મોટો આઇપીઓ હશે. LICના અધિકારીઓએ રોકાણકારો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, કંપની નૉન પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ્સ જેવી કે પેન્શન, એન્યૂઇટી, હેલ્થ ઇન્શ્યોરન્સ અને ULIPS પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપનીના પોર્ટફોલિયોને પણ વિવિધતાસભર બનાવવાની યોજના અંતર્ગત કામ કરવામાં આવી રહ્યું છે.