Site icon Revoi.in

બેંકો બાદ હવે LIC પર NPAનું ભારણ, 36,694 કરોડને પાર

Social Share

ભારતની અનેક બેંકો સતત એનપીએના ભારણ હેઠળ ચાલી રહી છે ત્યારે હવે સરકારી ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ પણ એનપીએના સંકટમાં ફસાઇ છે. એલઆઇસીની એનપીએમાં જંગી વધારો થયો છે. વર્ષ 2019-20માં એનપીએમાં 8.17 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા આ આંકડો 6.15 ટકા હતો. માત્ર એક જ વર્ષમાં વીમા કંપનીની એનપીએમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો છે.

એલઆઇસીની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તે 31.96 લાખ કરોડની થઇ છે જેમાં નાણાંકીય વર્ષ 2019ની તુલનામાં સામાન્ય વધારો થયો છે. ગત વર્ષે એલઆઇસીની સંપત્તિ 31.1 લાખ કરોડ રૂપિયા હતી.

અર્થતંત્રમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે જ એનપીએમાં વધારો થયો છે. કોર્પોરેટ સેક્ટરમાં ડિફોલ્ટ અને ડાઉનગ્રેડને કારણે એનપીએમમાં વધારો થયો છે.

મહત્વનું છે કે, 20 માર્ચે એલઆસીની એનપીએ 36,694.20 કરોડ રૂપિયા હતી જે ગયા વર્ષે 24,772.2 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત 30 સપ્ટેમ્બર, 2019 સુધી એલઆઈસીની એનપીએ વધીને 30,000 કરોડ સુધી પહોંચી ગઈ હતી.

(સંકેત)