Site icon Revoi.in

EPFOની મર્યાદા વધી શકે, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને ફાયદો થશે

Social Share

નવી દિલ્હી: EPFO ખાતાધારકો માટે અગત્યના સમાચાર છે. આ વર્ષે EPFOની મર્યાદા વધવા જઇ રહી છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન અને ટ્રેડર્સ તેમજ સેલ્ફ એમ્પોઇડ માટે નેશનલ પેન્શન સ્કીમને ઇપીએફઓની મર્યાદામાં લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. જો બધુ જ યોગ્ય રીતે પાર પડશે તો આ યોજનાની જાહેરાત પણ થઇ જશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 2 વર્ષ વિતી ગયા હોવા છતાં પીએમ શ્રમ યોગી માનધન યોજના અને નેશનલ પેન્શન સ્કીમમાં વધારે લોકોએ રોકાણ નથી કર્યું. ત્યારે હાલના દિવસોમાં પ્રશાસન ભારતીય જીવન વીમા નિગમ પાસે છે. જો યોજના અંતર્ગત EPFOની મર્યાદામાં લઇ સમાવી લેવામાં આવે તો પીએમ શ્રમ યોગી માનધાન યોજના અને નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. એનું એક કારણ એ છે કે EPFO પાસે કર્મચારીઓનું ફંડ જમા કરવાનો લાંબો અનુભવ છે.

પીએમ શ્રમ યોગી માનધાન યોજનાને ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. જેમાં 18 થી 40 વર્ષના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો દર મહિને 55 થી 200 રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે. જેટલાં પૈસા કર્મચારીઓ જમા કરાવશે એટલાં જ પૈસા કેન્દ્ર સરકાર પણ જમા કરાવશે. 60 વર્ષ પુરા થતાં ની સાથે જ કર્મચારીને દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન મળવાની શરૂઆત થઈ જશે. સરકારી આંકડાઓ મુજબ અત્યાર સુધી આ સ્કીમમાં 44 લાખથી વધારે લોકોએ રોકાણ કર્યું છે.

(સંકેત)