- ઇન્ડિયન બેંકસ એસોસિએશનની 73મી વાર્ષિક સામાન્ય સભાને નાણાં મંત્રીએ સંબોધી
- 31 માર્ચ, 2021 સુધી ગ્રાહકોના આધાર નંબરને બેંકોના ખાતા સાથે જોડવામાં આવે: નાણાં મંત્રી
- બેંકોએ નોન-ડિજીટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવું ન જોઇએ
નવી દિલ્હી: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બેન્કોને કહ્યું કે તેઓ 31 માર્ચ, 2021 સુધી સંબંધિત ગ્રાહકોના આધાર નંબર સાથે બેંકોના તમામ ખાતાઓને જોડે. નાણાકીય સમાવિષ્ટતાની વાર્તા પૂરી થઇ નથી અને હજુ પણ બેંકોને આ મામલે ઘણી કામગીરી કરવાની છે. એવા ઘણા ખાતાઓ છે જે આધાર સાથે લિંક થયા નથી. સમગ્ર દેશ મોટી બેંકો પર આધાર રાખે છે.
ઇન્ડિયન બેંકસ એસોસિએશનની 73મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા સીતારમણે કહ્યું હતું કે 31 માર્ચ, 2021 સુધી દરેક ખાતું પાન સાથે સંકળાયેલું હોવું જોઇએ અને આધાર પણ જોડાયેલું હોવું જોઇએ. જો કે તેમણે તેમ પણ કહ્યું હતું કે બેંકોએ નોન-ડિજીટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવું ન જોઇએ અને તેમણે ડિજીટલ પેમેન્ટ્સ ટેકનિક્સના પ્રમોશન પર આધારિત ન હોવા જોઇએ. તેઓ યુપીઆઇ આધારિત પેમેન્ટ્સ પર આધાર રાખે તે વધુ આવશ્યક છે.
Smt @nsitharaman delivers the keynote address at the Indian Banks' Association's (IBA) 73rd Annual General Meeting via video conferencing. pic.twitter.com/ChbqaC0tVo
— NSitharamanOffice (@nsitharamanoffc) November 10, 2020
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વધુમાં ઉમેર્યું હતું કે બેંકોએ RuPay (રૂપે) કાર્ડને વધુ પ્રમોટ કરવા જોઇએ. આપણી બેંકોમાં UPI એકસમાન ચર્ચાનો શબ્દ હોવો જોઇએ. જેને પણ કાર્ડની જરૂર હોય તો રૂપે જ એકમાત્ર એવું કાર્ડ હોવું જોઇએ કે જેનું પ્રમોશન કરાય.
(સંકેત)