- દેશમાં એકતરફ કોરોના મહામારી અને બીજી તરફ મોંઘવારી
- ડિસેમ્બરમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો
- ગેસ સિલિન્ડરના સતત વધતા ભાવથી ગૃહિણીઓ ચિંતિત
નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોના મહામારી યથાવત્ છે ત્યારે બીજી તરફ મોંઘવારીએ પણ માઝા મૂકી છે. મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ 15 ડિસેમ્બરે ફરીથી 14.2 કિલોગ્રામના સબ્સિડી વગરના રસોઇ ગેસની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. મહિનાની શરૂઆતમાં પણ 50 રૂપિયાનો વધારો થવાને કારણે ગેસ સિલિન્ડરની કિંમતોમં આ મહિને 100 રૂપિયાનો વધારો થયો છે જેના કારણે ગૃહિણીઓની મુશ્કેલી વધી છે.
આપને જણાવી દઇએ કે દર મહિનાની 1લી તારીખે રસોઇ ગેસની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે. આ વખતે આ ફેરફાર થોડો અલગ હતો. ડિસેમ્બરના પ્રારંભમાં 14.2 કિલોના રસોઇ ગેસની કિંમતોમાં કોઇ વધારો થયો નહીં. કિંમતો સ્થિર રહી પરંતુ પછી 2 તારીખે તેમાં 50 રૂપિયાનો વધારો કરાયો અને હવે 8 દિવસ બાદ પણ ફરીથી આ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. દિલ્હીમાં હવે 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 644 રૂપિયા થઇ ચૂકી છે.
જુઓ 1 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો થયો
આ છે 4 મહાનગરોમાં 1 ડિસેમ્બરની નવી કિંમતો
દિલ્હીમાં 594 રૂપિયા
કોલકત્તામાં 620.50 રૂપિયા
મુંબઈમાં 594 રૂપિયા
ચેન્નઈમાં 610 રૂપિયા
9 ડિસેમ્બરે વેબસાઈટ પર 14.2 કિગ્રાના સિલિન્ડરની કિંમત
દિલ્હીમાં 644 રૂપિયા
કોલકત્તામાં 670.50 રૂપિયા
મુંબઈમાં 644 રૂપિયા
ચેન્નઈમાં 660 રૂપિયા
ઓઇલ કંપનીઓની વેબસાઇટ પર ગેસ સિલિન્ડરની કિંમત જૂની જોવા મળી રહી છે પણ જો તમે કિંમત ચેક કરશો તો તેમાં 50 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.
(સંકેત)