Site icon Revoi.in

કોવિડ ઇફેક્ટ: વર્ષ 2020માં લક્ઝુરિયસ કારનું વેચાણ 40 ટકા ઘટ્યું

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અનલોકની પ્રવૃત્તિ બાદ દેશના અનેક સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ઓટો સેક્ટરમાં પણ હજુ પણ મંદીનું મોજું જોવા મળી રહ્યુ છે અને ઓટો સેક્ટર ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. કોરોના સંકટ અને આર્થિક મંદીની દહેશત વચ્ચે વાહનોના વેચાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. તેમાંય લક્ઝુરિયસ કારના વેચાણમાં જંગી ઘટાડો જોવા મળ્યો છે.

વર્ષ 2020ની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન ભારતમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જે ભારતમાં કોરોના મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન અને તળિયે ગયેલી માંગને આભારી છે.

પૂર્ણતાના આરે આવેલા વર્ષ 2020 દરમિયાન ભારતમાં 20 હજારથી 21 હજાર લક્ઝુરિયસ કારનું વેચાણ થવાનો અંદાજ છે જ્યારે વર્ષ 2019 દરમિયાન દેશમાં 34 હજારથી 35 હજાર લક્ઝુરિયસ કારનું વેચાણ નોંધાયું હતું.

મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ-માર્કેટિંગ) સંતોષ ઐયરે જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર બાદ માંગમાં સુધારો આવ્યો છે. રિકવરીની ગતિને કાર ઉત્પાદકોને બચાવી દીધા અને વર્ષના અંતે રિટેલ સેલ્સને પણ અસર થઇ છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, છ મહિના પહેલા આટલી જલ્દી રિકવરીની આશા રાખી ન હતી. અમે લાંબા દ્રષ્ટિકોણથી કામગીરી કરીયે છીએ અને અમે ઓક્ટોબર તેમજ નવેમ્બરમાં મજબૂત રિકવરી બાદ વેચાણ મામલે એટલા ઉત્સાહી ન હતા.

(સંકેત)