- બનાવટી બિલો દ્વારા વધુ પૈસા કમાવનારાની સામે CBDTની કાર્યવાહી
- દિલ્હી-NCR, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડમાં 42 સ્થળોએ પાડ્યા દરોડા
- 37 કરોડ રૂપિયાની રોકડ અને 2.89 કરોડની કિંમતના ઘરેણાં જપ્ત કરાયા
નવી દિલ્હી: એક મોટું હવાલાકાંડ પકડી પડાયું છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે દિલ્હી-NCR, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 42 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને 500 કરોડથી વધુના લેવડદેવડના હિસાબો મળી આવ્યા હતા. આ રકમ Accommodation entries દ્વારા છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આવકવેરા વિભાગે અનેક હવાલા ઓપરેટરો અને બનાવટી બિલ બનાવનાર લોકોની ઓફિસો પર દરોડા પાડ્યા હતા અને 5.26 કરોડના ઝવેરાત અને રોકડ રકમને જપ્ત કરી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કહ્યું કે દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 42 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
મોટા નેટવર્ક અને બનાવટી બિલો દ્વારા વધુ પૈસા કમાવનારાની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. CBDTએ એક નિવેદનમાં જણાવ્યું કે દરોડ દરમિયાન 2.37 કરોડ રૂપિયાની રોકડ અને 2.89 કરોડની કિંમતના ઘરેણાં મળ્યા હતા.
CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ) અનુસાર દરોડા દરમિયાન રૂ.2.37 કરોડની રોકડ અને રૂ.2.89 કરોડના દાગીના મળી આવ્યા હતા. 17 બેંક લોકર પણ મળી આવ્યા છે, જેની હજુ તપાસ કરવામાં આવી નથી.
આપને જણાવી દઇએ કે એન્ટ્રી ઓપરેટરો, વચેટીયાઓ, કેશ ઓપરેટરો, લાભાર્થીઓ અને કંપનીઓ તેમજ કંપનીઓના નેટવર્ક ખુલ્લા પાડતા પુરાવા આ તપાસમાં મળ્યા છે. અત્યારસુધીમાં 500 કરોડ રૂપિયાથી વધુની હેરફેરના પૂરાવા મળી આવ્યા છે.
(સંકેત)