મોદી સરકાર Make For Worldની સ્કીમને ટૂંક સમયમાં લાગૂ કરી શકે છે, આ ક્ષેત્રમાં મળશે ઇન્સેન્ટિવ
– પીએમ મોદીએ 74માં સ્વાતંત્ર્ય પર્વ દરમિયાન મેક ફોર વર્લ્ડની કરી હતી જાહેરાત
– સરકાર White Goods, Auto Ancillary સહિત 4-5 સેક્ટર માટે ઇન્સેન્ટિવ સ્કીમ લાવશે
– પ્રસ્તાવિત સ્કીમ હેઠળ જેટલું ઉત્પાદન વધશે તેટલું ઇન્સેન્ટિવ વધુ મળશે
થોડાક સમય પહેલા પીએમ મોદીએ Make For World અંગે જાહેરાત કરી હતી. હવે આ જાહેરાતને લાગૂ કરવાની દિશામાં સરકાર સક્રિય થઇ છે. સરકાર White Goods, Auto Ancillary અને કેપિટલ ગુડ્સ સહિત 4-5 સેક્ટર માટે ઇન્સેન્ટિવ સ્કીમ લાવવાની વિચારણા કરી રહી છે. નીતિ આયોગે પણ આ સંદર્ભે પીએમઓને પ્રેઝેન્ટેશન આપ્યું છે. આ માટે પ્રસ્તાવિત સ્કીમ હેઠળ જેટલું ઉત્પાદન વધશે તેટલું ઇન્સેન્ટિવ મળશે.
આ સ્કીમ અંતર્ગત તેમાં White Goods, Auto Ancillary, Capital Goodsનો સમાવેશ કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનો દાયરો વધારવામાં આવશે. ઓછામાં ઓછું 5 વર્ષ માટે 4 થી 6 ટકા સુધી ઇન્સેન્ટિવ મળી શકે છે.
મહત્વનું છે કે, આ વખતે ભારતના 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન Make For Worldનો એક નવો નારો આપ્યો હતો. 15 ઑગસ્ટના આ સંબોધનમાં પીએમ મોદીએ મેક ઇન ઇન્ડિયાની સાથોસાથ મેક ફોર વર્લ્ડનો નારો પણ જોડ્યો હતો. તે ઉપરાંત પીએમ મોદીએ ભારતની આર્થિક નીતિઓમાં સુધાર માટે માળખાગત આધારના વિકાસ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે વિશ્વ આપૂર્તિ શૃંખલામાં ઉત્પાદનના એક પ્રમુખ કેન્દ્રની રીતે રજૂ કરવાનો સંકલ્પ મૂક્યો હતો.
પીએમ મોદીએ 74માં સ્વાતંત્ર્ય પર્વના સંબોધન દરમિયાન ભારતમાં વધી રહેલા પ્રત્યક્ષ વિદેશી રોકાણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં 18 ટકાનો વધારો થયો છે. વિશ્વની મોટી મોટી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે તત્પર થઇ છે અને રોકાણ માટેની યોજના પણ બનાવી રહી છે. ભારત પોતાની 130 કરોડની જનતાના સમર્થન માટે મેક ફોર વર્લ્ડની દિશામાં પ્રગતિ કરવાનું સામર્થ્ય રાખે છે.
(સંકેત)