1. Home
  2. ગુજરાતી
  3. શેરબજારમાં આવશે અનેક IPO, રોકાણ કરવા રહો તૈયાર
શેરબજારમાં આવશે અનેક IPO, રોકાણ કરવા રહો તૈયાર

શેરબજારમાં આવશે અનેક IPO, રોકાણ કરવા રહો તૈયાર

0
Social Share
  • કોરોનાની મહામારીની અસરમાંથી હવે શેરબજાર ધીરે ધીરે બહાર આવી રહ્યું છે
  • સપ્ટેમ્બર મહિનામાં અનેક કંપનીઓ IPO સાથે માર્કેટમાં આવશે
  • આ કંપનીઓ IPO મારફતે અંદાજે 9000 કરોડ રૂપિયા એકત્ર કરશે

કોરોનાની મહામારી અને લોકડાઉનની અસરોમાંથી હવે અર્થતંત્ર અને શેરબજાર ધીમે ધીમે બહાર આ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રારંભથી જ શેર માર્કેટમાં કેટલીક કંપનીઓના IPO આવવાની શરૂઆત થઇ ચૂકી છે. તેમાં રોકાણકારોને રોકાણ કરવાની સારી તક પ્રાપ્ત થશે. આપને જણાવી દઇએ કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં અડધા ડઝન જેટલા IPO આવી રહ્યા છે. આ કંપનીઓ IPO મારફતે મૂડીબજારમાંથી અંદાજે 9000 કરોડ રૂપિયાની મૂડી એકત્ર કરે તેવી સંભાવના છે.

આ કંપનીઓના આવશે IPO

માર્કેટમાં આગામી 2 મહિનામાં જે કંપનીઓના IPO આવવાની સંભાવના છે તેમાં યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની, કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિસ, હેપિએસ્ટ માઇન્ડ, રૂટ મોબાઇલ, એન્જલ બ્રોકિંગ, ગ્લેન્ડ ફાર્મા અને કેમકોમ કેપિટલ સામેલ છે.

UTI MMCનો 3000 કરોડ રૂપિયાનો IPO

UTI MMCનો 3000 કરોડ રૂપિયાનો IPOનો આઇપીઓ સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં આવવાની અપેક્ષા છે. જેમાં SBI, LIC અને બેન્ક ઓફ બરોડા પોતાની હિસ્સેદારીના 1.05 કરોડ શેર્સ વેચશે. તો પીએનબી અને ટી-રો 38-38 લાખ શેર્સ વેચશે.

સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં NSE સમર્થિત કૈમ્સ પણ મૂડીબજારમાંથી નાણા એકત્ર કરશે. આ કંપની અંદાજે 2000 કરોડ રૂપિયા એકત્ર કરે તેવી સંભાવના છે. કૈમ્સના આઇપીઓમાં વોરબર્ગ પિંકસ, એનએસઇ ઇન્વેસ્ટમેન્ટ, એક્સિસ ઇન્વેસ્ટમેન્ટ, એચડીએફસી અને એચડીબી એમ્પલોયઝ વેલફેર ટ્રસ્ટ પોતાનો હિસ્સો વેચશે.

નોંધનીય છે કે, ચાલુ કેલેન્ડર વર્ષ 2020ના અત્યાર સુધીના આઠ મહિનામાં માત્ર 4 જ કંપની એસબીઆઇ કાર્ડ્સ, રોસ્સારી, બાયોટેક અને માઇન્ડસ્પેસ રીટનો IPO આવ્યો છે અને તેમણે સંયુક્ત રીતે બજારમાંથી રૂ.14,600 કરોડ એક્ત્ર કર્યા છે. જ્યારે પાછલા વર્ષ 2019માં 16 કંપનીઓએ રૂ. 12,361 કરોડ ઊભા કર્યા હતા.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code