PNB SCAM માં મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સી પણ ભાગીદાર, EDની તપાસમાં થયો આ ઘટસ્ફોટ
- PNB કૌભાંડમાં મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સીની પણ સંડોવણી
- પ્રીતિ ચોક્સી પણ PNB Scamમાં ભાગીદાર છે
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં આ ઘટસ્ફોટ થયો
નવી દિલ્હી: PNB કૌંભાડનો મુખ્ય કૌંભાડી મેહુલ ચોક્સી હાલમાં એક પછી એક મુશ્કેલીમાં છે. હવે કૌભાંડી મેહુલ ચોક્સીની પત્ની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રડારમાં છે. અહેવાલો અનુસાર EDની તપાસમાં માલૂમ પડ્યું છે કે પ્રીતિ ચોક્સી પણ PNB Scamમાં ભાગીદાર છે.
તપાસ બાદ માલુમ પડ્યું છે કે પ્રિતી ચોક્સીએ પણ PNB Scamમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. EDને કેટલીક કંપનીઓમાં ચોક્સીની પત્નીની ભાગીદારી હોવાના પુરાવા મળ્યા છે. જેના આધારે કહેવામાં આવી રહ્યું છે કે પીએનબી કૌભાંડમાં તેની ભૂમિકા પણ છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સીએ વર્ષ 2013માં Dion Lily નામના વ્યક્તિની મુલાકાત કરી હતી. જે UAEમાં ગીતાંજલિ જેમ્સનો કર્મચારી હતો. તેમના માધ્યમથી સીડી શાહ અને સહાયક નેહા શિંદે સાથે મુલાકાત કરી હતી.
આ પછી તેમણે ત્રણ ઑફશોર કંપનીઓ ખોલવાનો નિર્ણય લીધો હતો. આ ત્રણેય કંપનીઓના નામ Ms Charing Cross Holdings ltd, Ms Colindale Holdings Ltd તેમજ Hillingdon Holdings Ltd હોવાનું જાણવા મળ્યું હતું.
હિલિંગડન હોલ્ડિગ્સ કંપનીનો માલિકી હક પ્રીતિ પાસે છે. એક બીજો એ પણ ઘટસ્ફોટ થયો છે કે વર્ષ 2014માં Hillingdon Holdings કંપનીના એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરાઇ છે. અહીંયા ખાસ વાત એ હતી કે જે કંપનીથી આ પૈસા ટ્રાન્સફર કરાયા હતા તે ગીતાંજલિ ગ્રૂપ સાથે જોડાયેલી હતી. તપાસ પ્રમાણે દસ્તાવેજમાં પ્રીતિના નામ પર પૈસાનો વ્યવહાર થયો હતો.
EDની તપાસમાં જે દસ્તાવેજો હાથે લાગ્યા છે તેમાં લાભાર્થીના નામ રૂપે પ્રીતિનું નામ છે અને તેની સહી પણ છે. આ ખુલાસાઓ અંગે પ્રીતિ તરફથી હજુ કોઇ પ્રતિક્રિયા સમે આવી નથી.