- બેન્ક ડૂબે કે બંધ થાય ડિપોઝિટર્સને 90 દિવસમાં પૈસા મળી જશે
- હવે ડિપોઝિટર્સને 90 દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધીની રકમ મળી જશે
- મંત્રીમંડળે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટમાં સંશોધનને મંજૂરી આપી
નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે બેંક ડુબવા પર હવે ડિપોઝિટર્સને 90 દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધીની રકમ મળવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. તે માટે મંત્રીમંડળે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે.
કોઇ બેંકના નાદાર થવા અથવા તેનું લાયસન્સ રદ્દ થવા પર તેમાં જમા ડિપોઝિટની 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત થઇ જાય છે, પછી ભલે તેમાં જમા રકમ ગમે એટલી કેમ ના હોય. પહેલા આ લિમિટ 1 લાખ રૂપિયા હતી. પરંતુ સરકારે તેને વધારી 5 લાખ રૂપિયા કરી દીધી છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમને કહ્યુ કે, હવે કોઈ બેન્ક નાદાર થવા કે તેનું લાયસન્સ રદ્દ થવા પર RBI દ્વારા કોઈ પ્રતિબંધ લાગવા પર 90 દિવસની અંદર ડિપોઝિટરને તેની 5 લાખ રૂપિયા મળવાની પ્રક્રિયા પૂરી થઈ જશે.
બેન્કમાં ડોપોઝિટરની 5 લાખ રૂપિયા સુધીના જમા પર સુરક્ષાની ગેરંટી, ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી હોય છે. આ પાંચ લાખ રૂપિયાની લિમિટમાં એક ડિપોઝિટરની એક બેન્કની બધી શાખાઓમાં રહેલા જમા કાઉન્ટ હોય છે. દરેક ડિપોઝિટરની દરેક બેન્કમાં 5 લાખ સુધીની સુરક્ષિત જમામાં મૂળ ધન અને વ્યાજ બંને સામેલ હોય છે. DICGC બધી બેન્ક ડિપોઝિટ્સને કવર કરે છે. તેમાં કોમર્શિયલ બેન્ક, વિદેશી બેન્કોની ભારતમાં રહેલી બ્રાન્ચો, સ્મોલ ફાઇનાન્સ બેન્ક, કો-ઓપરેટિવ બેન્ક, પેમેન્ટ બેન્ક વગેરે બેન્ક કવર કરે છે.
સીતારમને કહ્યું કે, દરેક બેન્કમાં વાસ્તવમાં જમા રકમના 100 રૂપિયા માટે 10 પૈસાનું પ્રીમિયમ પ્રાપ્ત થતું હતું. તેને વધારી 12 પૈસા કરવામાં આવી રહ્યું છે. આ કોઈપણ સમયે પ્રતિ 10 રૂપિયા માટે 15 પૈસાથી વધુ ન હોવું જોઈએ. આગળ કહ્યું કે, DICGC બિલ 2021 હેઠળ, બધા જમાઓને 98.3 ટકા કવર કરવામાં આવશે અને જમા મૂલ્યના સંદર્ભમાં, 50.9 ટકા જમા મૂલ્યને કવર કરવામાં આવશે.