- કોરોના મહામારી વચ્ચે સરકાર વધુ એક પ્રોત્સાહક પેકેજ જાહેર કરી શકે છે
- સરકાર નાના કારોબાર અને સ્વ રોજગારને લઇને પેકેજ જાહેર કરી શકે છે
- કેટલાક રાજ્યોમાં આંશિક નિયંત્રણો હટ્યા બાદ પ્રોત્સાહક પેકેજની જાહેરાત થાય તેવી સંભાવના
નવી દિલ્હી: કોરોના મહામારી ચાલી રહી છે જેને કારણે દેશની આર્થિક ગતિવિધિઓને બ્રેક લાગતા અર્થતંત્રને ફટકો પડ્યો છે અને હવે આર્થિક ગતિને વધારવા અને અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે સરકાર લોકડાઉનમાં ઢીલ બાદ તરત જ પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી શકે છે. બ્રોકરેજ કંપની બર્નસ્ટીન અનુસાર મેક્રો ઇકોનોમિક ઇન્ડેક્સ એપ્રિલ અને મે મહિનામાં આર્થિક ગતિવિધિઓમાં ઘટાડાના સંકેત આપી રહ્યા છે. સરકાર ખાસ કરીને નાના કારોબાર અને સ્વ રોજગારને લઇને પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે.
કંપનીએ કહ્યું હતું કે મે મહિનામાં વીજ વપરાશમાં 4 ટકા અને ઇંધણના વપરાશમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઇ વે બિલમાં 16 ટકાનો ઘટાડો આવ્યો છે. આ સાથે કારખાનાના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે.
બર્નસ્ટીન અનુસાર, કેટલાક રાજ્યોમાં આંશિક નિયંત્રણો હટ્યા બાદ પ્રોત્સાહક પેકેજની જાહેરાત થાય તેવી સંભાવના છે. અનેક દુકાનો બંધ રહેવાને કારણે ઉત્પાદનની ગતિ મંદ પડી છે. આપૂર્તિ પ્રબંધ પર તેનો ખાસ પ્રભાવ પડશે નહીં કેમ કે રાજ્યોમાં કારખાનાના સંચાલન પર પ્રતિબંધ ઓછો છે.
કોરોના મહામારીને કારણે ખાસ કરીને SME અને સ્વ નિયોજીત રોજગાર સૌથી વધુ પ્રભાવિત થયા છે. તેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.