Site icon Revoi.in

મોંઘવારીથી મળશે રાહત, નવા PNG ગેસ સ્ટવથી રસોઇનો ખર્ચ 25% ઘટશે

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે મોંઘવારીથી રાહત મળી શકે છે. હકીકતમાં, એક સરકારી સલાહકાર બોડી પેટ્રોલિયમ કન્સર્વેઝન રિસર્ચ એસોસિએશને ઘરેલુ પાઇપ નેચરલ ગેસ વપરાશકર્તાઓ માટે એક નવો ગેસ સ્ટવ વિકસિત કર્યો છે. આ સ્ટવની ખાસિયત એ છે કે તેનાથી ગેસનો વપરાશ ઘટશે અને માસિક બિલમાં 25 ટકા સુધી કાપ આવી શકે છે.

MOU અનુસાર EESL ગ્રાહકોને પરવડે તેવી કિંમતે PNG ગેસ સ્ટવ ઉપલબ્ધ કરાવશે. એક અનુમાન અનુસાર જો તમામ હયાત પીએનજી ગ્રાહકો નવા ગેસ સ્ટવમાં શિફ્ટ થઇ જાય તો તેનાથી વાર્ષિક 3901 કરોડ રૂપિયાના પ્રાકૃતિક ગેસની બચત થશે. જ્યારે એક સામાન્ય ગ્રાહકને આશરે 100-150 રૂપિયાની બચત થશે.

બીજી તરફ સરકાર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ફ્લેક્સ-ફ્યૂલ એન્જીન (Flex-fuel Engine) ને અનિવાર્ય બનાવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગ અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આ જાણકારી આપી હતી, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ પગલાંથી ખેડૂતોને મોટી મદદ મળશે અને દેશની અર્થવ્યવ્સ્થાને વેગ મળશે.

નીતિન ગડકરીએ ઇથેનોલની ખાસિયત વિશે વાત કરતા જણાવ્યું હતું કે, વૈકલ્પિક ઇંધણ એવા ઇથેનોલની કિંમત 60-62 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે દેશના ઘણા વિસ્તારોમાં પેટ્રોલની કિંમત 100ને પાર છે. આ રીતે વૈકલ્પિક ઇંધણ ઇથેનોલના ઉપયોગથી ભારતીયોને 30-35 રૂપિયા પ્રતિ લિટરની બચત થશે.