Site icon Revoi.in

લોન્ચિંગના 1 મહિના બાદ પણ ઇન્કમ ટેક્સની સાઇટ પર ટેકનિકલ ખામીઓ યથાવત્, સમીક્ષા બેઠક બાદ પણ કોઇ નિરાકરણ નહીં

Social Share

નવી દિલ્હી: કરદાતાઓને વધુ સુવિધા પ્રદાન કરવાના હેતુસર આવકવેરા વિભાગ દ્વારા નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જો કે શરૂઆતથી જ તે ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. લોન્ચિંગ થયાના આજ દિવસ સુધી વેબસાઇટમાં અનેક ખામીઓ હજુ પણ યથાવત્ જોવા મળી રહી છે. આ સંદર્ભે ખુદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે 2 સપ્તાહ પહેલા સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં પોર્ટલની કામગીરી સુધારવા સૂચના આપવામાં આવી હતી. જો કે લોન્ચિંગના એક મહિના છતાં તેમાં કોઇ સુધારો નથી. લોકો અનેક પ્રકારની ટેકનિકલ સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યા છે.

આ અંગે ટેક્સ અને રેગ્યુલેટરી સર્વિસીસના બીડીઓ ઇન્ડિયા પાર્ટનર અમિત ગણાતાએ કહ્યું હતું કે, 22 જૂના નાણા મંત્રીની ઇન્ફોસિસ સાથેની બેઠક બાદ લાગ્યુ હતું કે, તમામ બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ આવી જશે. વેબસાઇટમાં સુધારો ચોક્કસ થયો છે પરંતુ હજુ પણ ટેકનિકલ પડકારોનો ઉકેલ બાકી છે અને સાઇટને સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં સમય લાગી શકે છે.

ઇ-પ્રોસેસિંગ અને ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર (Digital signature certificate) જેવી ઘણી બાબતોનું નવા ઇન્કમટેક્ષ પોર્ટલ (New Incomes Tax Portal) પર હજી કામ શરૂ થયું નથી. આ સિવાય કેટલીક વિદેશી કંપનીઓને પણ પોર્ટલમાં લોગ ઇન કરવામાં સમસ્યા આવી રહી છે.

, ઇ-પ્રોસેસિંગ (e-processing) સંબંધિત ટેબ પુરી રીતે કાર્યરત નથી. ઓનનલાઇન સુધારાનો વિકલ્પ પણ ઉપલબ્ધ નથી. ક્રમાંક 5, 6, 7 માં ઇન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કરવા માટે JSON સુવિધા ઉપલબ્ધ નથી. પાછલી વેબસાઇટની જેમ આ પોર્ટલમાં પણ ‘વિવાદ સે વિશ્વાસ’ (Vivad se Vishvas) વિશેની વિસ્તૃત માહિતી આપનારી કોઈ ટેબ નથી. પેન્ડીંગ બાબતો વિશેની જાણકારી આપનારી કોઈ ટેબ નથી.

મહત્વનું છે કે, કરદાતાઓ માટે જૂન મહિનામાં નવું ઇન્કમટેક્સ પોર્ટલ શરૂ થયું હતું. જો કે શરૂઆતથી યૂઝર્સ અનેક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.