Site icon Revoi.in

પોઝિટિવ ન્યૂઝ! ભારત 2021માં સૌથી ઝડપથી વિકસતી એશિયાઇ અર્થવ્યવસ્થા બનશે

Social Share

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે ભારતના અર્થતંત્રને લઇને એક સકારાત્મક સમાચાર મળી રહ્યા છે. જો નોમુરાના અનુમાનને તથ્ય માની લેવામાં આવે તો ભારત કેલેન્ડર વર્ષ 2021માં સૌથી ઝડપથી વિકસી રહેલ એશિયાઇ અર્થતંત્ર બની શકે છે. વિદેશી રિસર્ચ સંસ્થાઓ અને બ્રોકરેજ હાઉસ ભારતીય અર્થતંત્ર પાસેથી 9.9 ટકાના વૃદ્વિદરથી જીડીપી વધે તેવું અનુમાન રાખી રહ્યા છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ નોમુરાએ વર્ષ 2021 માટે ભારતનો સાઇક્લિકલ આઉટલુક પોઝિટીવ રાખ્યો છે અને તેમનું માનવું છે કે દેશ સાયકલ રિકવરીની ટોચે છે. આ અગાઉ નોમુરાએ વર્ષ 2018માં ભારતનો આઉટલુક નેગેટિવ કરી દીધો હતો. સંસ્થાએ કહ્યું હતું કે, Q1-2021માં નેગેટીવ 1.2 ટકા જીડીપી રહી છે શકે છે.બીજા ક્વાર્ટરમાં 32.4 ટકા 32.4 ટકાનો વધારો,ત્રીજા ક્વાર્ટરમાં 10.2 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.6 ટકાનો વધારો થઇ શકે છે. અમે 2021માં સરેરાશ જીડીપી વૃદ્ધિનું અનુમાન 9.9 ટકા રાખીએ છીએ જે 2020માં -7.1 ટકા હતું. આ ઉપરાંત FY21ના -8.2 ટકાની સરખામણીએ તે નાણાંકીય વર્ષ 2022માં 11.9 ટકા જોવા મળશે.

બીજા ત્રિમાસિક ગાળામાં ભારતના ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્રને વિશ્લેષકો પણ અવાક થઇ ગયા છે. ફીચ રેટિંગ્સનું અનુમાન છે કે વર્તમાન નાણાંકીય વર્ષમાં જીડીપી 9.4 ટકાએ જોવા મળશે જે સપ્ટેમ્બર 2020માં 10.5 ટકાના પૂર્વાનુમાનથી આશરે 1 ટકા નીચે છે.

(સંકેત)