- વૉટ્સએપ યૂઝર્સ પણ હવે વૉટ્સએપથી પૈસાની લેવડદેવડ કરી શકશે
- નેશનન પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ આ સેવા શરૂ કરવા આપી મંજૂરી
- વૉટ્સએપના માધ્યમથી અન્ય વૉટ્સએપ યૂઝર્સને UPIથી પૈસા મોકલી શકાશે
નવી દિલ્હી: વૉટ્સએપ યૂઝર્સ માટે એક સારા સમાચાર છે. હવે ઇન્સટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ યૂઝર્સ હવે ભારતમાં ક્યાંય પણ એપ પરથી પૈસાની લેવડદેવડ કરી શકશે. વૉટ્સએપના માધ્યમથી અન્ય વૉટ્સએપ યૂઝર્સને યુપીઆઇ આઇડી દ્વારા પૈસા મોકલી શકાશે. આપને જણાવી દઇએ કે નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ (NPCI) આ સેવા શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે.
વોટ્સએપનું ભારતમાં બે વર્ષથી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પેમેન્ટ પદ્વતિમાં કેટલીક સમસ્યાઓ આવી રહી હતી, તેના કારણે આ સેવા લૉન્ચ નહોતી થઇ રહી. આ સર્વિસ UPI આધારીત છે. જેવી રીતે પેટીએમ, ગૂગલ પે કે ફોન પે કામ કરે છે તે જ રીતે વૉટ્સએપ પે કામ કરશે.
મોબાઇલનું રિચાર્જ થઇ શકશે
વોટ્સએપ પે સેવાથી રિચાર્જ શક્ય બનશે. UPI સેવા વોટ્સએપ સાથે શરૂ કરવાથી તમે વોટ્સએપમાંથી તમારાં મોબાઇલનું રિચાર્જ કરી શકશો, બીલ ભરી શકશો, રોકડ રકમ ટ્રાન્સફર કરી શકશો. જો શક્ય બનશે તો તેના માધ્યમથી અન્ય એપની જેમ ખરીદી કરવાનો વિકલ્પ પણ મળશે.
નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર હાલમાં રોજ 1 ખાતામાંથી પ્રતિદિન 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે તમારે તમારી બેંકનો સંપર્ક કરવાનો રહેશે.
નોંધનીય છે કે, NPCIએ UPIના પ્રોસેસ્ડ ટ્રાન્ઝેક્શન વોલ્યૂમ પર 30 ટકાની મર્યાદા મૂકી છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગૂ થશે. આ મર્યાદા મૂકવાનું કારણ રોજના 2 અબજ ટ્રાન્ઝેક્શન થઇ રહ્યા હોવાના આંકડા અને ભવિષ્યનો ગ્રોથ છે.
(સંકેત)