લો બોલો! એક તરફ ‘Omicron’નો ફફડાટ, તો બીજી તરફ ઑમિક્રો ક્રિપ્ટોકરન્સીએ 900% રિટર્ન આપ્યું
- ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે ઓમિક્રોન ક્રિપ્ટોકરન્સીમાં ઉછાળો
- ઓમિક્રોન ક્રિપ્ટોકરન્સીએ માત્ર 3 જ દિવસમાં 900 ટકા રિટર્ન આપ્યું
- 29 નવેમ્બરે તે 51,765 રૂપિયાના ઑલટાઇમ હાઇ પર ટ્રેડ થઇ રહી હતી
નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી એક એવું વિશ્વ છે જ્યાં કઇપણ અસાધારણ, અસામાન્ય જોવા મળી શકે છે. સપ્તાહ પહેલા જ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન નામનો કોવિડ વેરિએન્ટ સમે આવ્યો છે. WHOએ પણ આ નવા ચિંતાજનક વેરિએન્ટને લઇને ચેતવણી ઉચ્ચારી છે જો કે ઓમિક્રોન નામની ક્રિપ્ટોકરન્સીના તો દિવસો જ શાનદાર બની રહ્યા છે.
એક તરફ જ્યારે સમગ્ર વિશ્વમાં નવા કોવિડ વેરિએન્ટથી ભયનો માહોલ છે ત્યારે બીજી તરફ ઓમિક્રોન નામની ક્રિપ્ટોકરન્સીમાં વિતેલા દિવસોમાં 900 ટકાની તેજી જોવા મળી છે. કોઇન માર્કેટના આંકડા અનુસાર, 27 નવેમ્બરે ઓમિક્રોન ક્રિપ્ટોકરન્સી આશરે 65 ડૉલરની કિંમતે ટ્રેડ થઇ રહી છે. આજ દિવસે WHO આ વેરિએન્ટને લઇને પત્રકાર પરિષદ યોજી હતી. આ બાદથી ક્રિપ્ટોકરન્સીમાં તેજી આવી છે.
29 નવેમ્બરે ‘Omicron’ ક્રિપ્ટોકરન્સીની કિંમત 689 ડોલર (આશરે 51,765 રુપિયા)ના પોતાના ઓલટાઇમ હાઇ પર પહોંચી ચૂકી છે. આ રીતે માત્ર ત્રણ જ દિવસમાં આ ક્રિપ્ટોકરન્સીએ રોકાણકારાને આશરે 945% રિટર્ન આપ્યું છે.
ક્રિપ્ટોકરન્સી ઓમિક્રોનમાં તેજીનું કારણ વેરિએન્ટ અને ક્રિપ્ટોકરન્સીનું નામ એક હોવાનું છે. કોવિડના નવા વેરિએન્ટનો પહેલો કેસ 23 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાંથી સામે આવ્યો હતો. WHOએ આ વેરિએન્ટને ઘાતક ગણાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, ઓમિક્રોન એથેરિયમ બેઝ્ડ ક્રિપ્ટોકરન્સી છે.