Site icon Revoi.in

દેશના અર્થતંત્રમાં ઉર્જાનો સંચાર, સપ્ટેમ્બરમાં 16,500 નવી કંપનીઓની નોંધણી થઇ

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં હવે કોરોનાની અસર ધીમે ધીમે ઓછી થઇ રહી છે અને હવે ફરીથી આર્થિક ગતિવિધિઓના ધમધમાટથી અર્થતંત્રમાં પણ પ્રાણ ફૂંકાયા છે. તે ઉપરાંત ભારતીય અર્થતંત્રને સરકાર તેમજ સિસ્ટમ લિક્વિડિટીનો પણ સપોર્ટ મળી રહ્યો છે. તેને કારણે ધંધા-કારોબાર પણ વધી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં 16,570 નવી કંપનીઓ નોંધાઇ છે અને તે ઉપરાંત દેશમાં કુલ એક્ટિવ કંપનીઓની સંખ્યા 14.14 લાખથી વધુ થઇ છે.

કોર્પોરેટ બાબતોના મંત્રાલય અનુસાર 30 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કુલ 22,32,699 કંપનીઓ નોંધાયેલી હતી.

કંપની એક્ટ, 2013 મુજબ આમાંથી 7,73,070 કંપનીઓ બંધ થઈ હતી, 2298 નિષ્ક્રિય થઈ ગઈ જ્યારે 6944 લિક્વિડેશન હેઠળ હતી અને 36,110 કંપનીઓ બંધ થવાની પ્રક્રિયામાં હતી.

30 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 14,14,277 કંપનીઓ સક્રિય હતી.

નવી કંપનીઓના રજીસ્ટ્રેશનના વિશ્લેષણને ટાંકીને મંત્રાલયે એવુ જણાવ્યું હતું કે, ડેટા અનુસાર એપ્રિલ, 2020માં 3209 નવી કંપનીઓના નોંધણીનો આંકડો નીચે આવ્યા બાદ હવે તેમાં વધારો થયો છે.