– વિદેશી રોકાણકારોમાં પીનોટ્સ થકી માર્કેટમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ
– ભારતીય માર્કેટમાં પી-નોટ્સ થકી ઓગસ્ટમાં કુલ રૂ.74,000 કરોડનું રોકાણ
– સતત પાંચમાં મહિને ભારતીય સેકેન્ડરી કેપિટલ માર્કેટમાં રોકાણનો ઇન્ફ્લો જોવા મળ્યો
ભારતમાં ભલે કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો હોય. જો કે ભારતના માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે, તેનો લાભ વિદેશી રોકાણકારો પણ ઉઠાવી રહ્યા છે. વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય માર્કેટમાં રોકાણના ઉત્તમ સાધન પી-નોટ્સ થકી કુલ રૂ.74,000 કરોડનું રોકાણ ઓગસ્ટ મહિના સુધી આવ્યું છે.
આપને જણાવી દઇએ કે ગત મહિનાના અંતે 74,000 કરોડનું લેવલ ક્રોસ કરતા પાર્ટિસિપેટરી નોટ્સ થકી રોકાણ 10 મહિનાની ટોચે પહોંચી છે.
માર્ચમાં રેકોર્ડ તળિયે પહોંત્યા બાદ ઓગસ્ટમાં રોકાણ સતત પાંચમાં મહિને ભારતીય સેકેન્ડરી કેપિટલ માર્કેટમાં રોકાણનો ઇન્ફ્લો જોવા મળ્યો છે.
રજિસ્ટર્ડ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર(FPI) દ્વારા વિદેશી રોકાણકારોને ભારતીય શેરમાર્કેટમાં રજિસ્ટ્રેશન કર્યા વગર રોકાણ કરવા માટે પી-નોટ્સ ઈશ્યુ કરવામાં આવે છે.
સેબીના આંકડા પર નજર કરીએ તો ભારતીય માર્કેટના ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ સિક્યોરિટી અને ડેરિવેટિવ્સમાં રોકાણ ઓગસ્ટના અંતે 74,027 કરોડ રહ્યું જે, જે જુલાઇ માસના અંતે 63,228 કરોડ રૂપિયા હતું.
મહત્વનું છે કે, ઓગષ્ટના અંતે પી-નોટ્સમાં રોકાણ ઓક્ટોબર, 2019 બાદની ટોચે પહોંચ્યુ છે. ભારતમાં પી-નોટ્સની કુલ વેલ્યુ રોકાણ રૂ. 76,773 કરોડે પહોંચી છે.
(સંકેત)