- કોરોના કાળ દરમિયાન ભારતીય અર્થતંત્ર થયું હતું પ્રભાવિત
- લાખો લોકોની રોજગારી છીનવાઇ જવાથી જંગી રૂ.13 લાખ કરોડની આવક ગુમાવી હતી
- વર્ષ 2021ના મધ્ય પછી અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે
નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન સૌથી વધુ ભારતીય અર્થતંત્ર પ્રભાવિત થયું હતું અને દેશના લાખો લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો. લાખો લોકોની રોજગારી છીનવાઇ જવાથી જંગી રૂ.13 લાખ કરોડની આવક ગુમાવી હતી. આ સાથે રિપોર્ટમાં વર્ષ 2021ના મધ્યમાં અર્થતંત્રમાં મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
યુબીએસ સિક્યોરિટિઝ ઇન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ નાણાકીય વર્ષ 2021ના બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્વિમાં જોવા મળેલી તીજીને અર્થશાસ્ત્રીઓએ સકારાત્મક આશ્ચર્ય ગણાવ્યું હતું. જો કે, રિપોર્ટ અનુસાર તાજેતરના મહિનાઓમાં કોરોના કાળમાં નોકરી ગુમાવનારા લોકોની વપરાશ માગ ઘટવાની સંભાવના છે. તેથી વર્ષ 2021ના મધ્ય પછી અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે.
પ્રવર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી માઇનસ 7.5 ટકા રહ્યો હતો જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં પહેલા ક્વાર્ટરમાં માઇનસ 23.9 ટકાની સરખામણીમાં 40 બેઝિઝ પોઇન્ટની વૃદ્વિ જોવા મળી હતી. આમ, બીજા અને ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં અર્થતંત્રમાં સુધારામાં સ્થિરતા જોવા મળી હતી.
એક દિવસના વર્ચ્યુઅલ મેક્રો પ્રવાસના આધારે તૈયાર થયેલા રિપોર્ટ મુજબ ગ્રાહકોના મજબૂત વપરાશને પગલે મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે તેમજ રોકાણ પ્રવૃત્તિમાં પણ તેજી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ અનેક રોકાણ પ્રોજેક્ટ્સ કોરોનાકાળ પહેલાં શરૂ થયા હતા, પરંતુ હવે પૂરા થયા છે.
સામાન્ય આર્થિક પ્રવૃત્તિઓ કોરોનાકાળ પહેલાંના સ્તરે પાછી ફરી હોવા છતાં મહત્વનો સવાલ એ છે કે આ વૃદ્ધિ ટકી રહે તો બે ત્રિમાસિક પહેલાં જોવા મળેલા તીવ્ર સુધારા પછી જાન્યુઆરીમાં આર્થિક સૂચકાંકો વૃદ્ધિમાં સ્થિરતા દર્શાવી શકે છે. આથી, માર્ચ ત્રિમાસિક માટે તેજીમાં નરમાઈ આવવાની સંભાવના છે તેમ રિપોર્ટમાં જણાવાયું હતું.
જોકે, બજેટમાં પ્રતિ ચક્રિય આર્થિક નીતિ જીડીપીના 2.5 ટકા જેટલા ઊંચા મૂડી ખર્ચ પર કેન્દ્રીત છે, જે નાણાકીય વર્ષ 2008 પછી સૌથી વધુ છે. કેન્દ્રની આ નીતિથી આર્થિક સુધારાને પ્રોત્સાહન મળશે. ઊંચા મૂડી ખર્ચની અનેક ગુણાંકમાં અસર પડશે.
(સંકેત)