Site icon Revoi.in

Paytmના નબળા લિસ્ટિંગ બાદ ભાવુક થયા કંપનીના સ્થાપક વિજય શેખર શર્મા

Social Share

નવી દિલ્હી: આજે ગાજ્યા મેઘ વરસે નહીં તેવો ઘાટ સર્જાતા જેની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી તે Paytmને નબળો પ્રતિસાદ સાંપડ્યો છે. Paytm IPOનું શેરબજારમાં નબળું લિસ્ટિંગ થયું હતું. આ IPOએ રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. લિસ્ટિંગ બાદ પણ શેરના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.

Paytmના આઇપીઓને મળેલા નબળા પ્રતિસાદ અને લિસ્ટિંગ બાદ કંપનીના સ્થાપક અને CEO વિજય શેખર શર્મા ભાવુક થઇ ગયા હતા. Paytm IPOના શેરના લિસ્ટિંગ પર વાત કરતાં તે પોતાના જાતને કાબૂમાં રાખી શક્યો નહીં અને તેની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા હતા. પેટીએમના શેર્સનું 1945 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું હતું. તેમાં રોકાણકારોને 1 શેર પર 195 રૂપિયા પ્રતિ શેરનું નુકસાન થયું હતું.

હકીકતમાં, એક તરફ દેશના સૌથી મોટા આઇપીઓ ગણાતા Paytm આઇપીઓની જોરદાર ચર્ચા ચાલતી હતી અને તેનું લિસ્ટિંગ પણ તેટલું જ નબળું થયું હતું. Paytmના શેર NSE પર રૂ. 1950 પર લિસ્ટ થયા હતા, જે તેની ઇશ્યૂ કિંમત કરતા 9.30 ટકા ઓછા હતા. BSE પર, તેનો શેર 9.07 ટકા ઘટીને રૂ. 1955 પર લિસ્ટ થયો હતો.

બજાર નિષ્ણાતોએ પહેલેથી જ અનુમાન લગાવ્યું હતું કે Paytmના શેરનું લિસ્ટિંગ નબળું રહી શકે છે. બજાર નિષ્ણાતોએ તેની પાછળ 5 મોટા કારણો ગણાવ્યા હતા. નબળા સબ્સ્ક્રિપ્શન, ગ્રે માર્કેટમાં સતત ઘટતું પ્રીમિયમ, ઊંચું મૂલ્યાંકન, IPO OFSમાં મોટો હિસ્સો અને Paytmને ભવિષ્યમાં અન્ય કંપનીઓ તરફથી મુશ્કેલ પડકારનો સામનો કરવો પડી શકે છે.

નોંધનીય છે, Paytmનો IPO 8 નવેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે ખોલવામાં આવ્યો હતો. Paytm IPO માટેની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 2,080 થી રૂ. 2,150 હતી.