Site icon Revoi.in

ભાવવધારો: ટૂંક સમયમાં આ કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળશે તેજી

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થતા ટૂંક સમયમાં પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં પણ વધારો થઇ શકે છે.

જો કે પેટ્રોલ-ડીઝલમાં કેટલો વધારો કરાશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરાઇ. સરકારી સૂત્રોનુસાર 2 મેના રોજ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે, તે પછી ગમે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. આ દરમિયાન સરકારે જેટ ફ્યુઅલના ભાવમાં 6.7 ટકાનો વધારો ઝીંક્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીથી ઘરેલુ સ્તરે પણ પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં વધારો નક્કી છે. સતત 16 દિવસ સુધી સ્થિર રહ્યાં બાદ હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું નક્કી છે. ડોલર નબળો પડતા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળી રહ્યાં છે. છેલ્લા 4 દિવસથી ક્રૂડના ભાવમાં લગાતાર તેજી જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કે છેલ્લા 2 મહિનાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં કોઇ મોટો વધારો કે ઘટાડો કર્યો નથી.

સરકારી માલિકીની ઓઇલ કંપનીઓ થયેલી ખોટની ભરપાઇ કરવા પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં તબક્કાવાર 2-3 રૂપિયાનો વધારો કરવાનું વિચારી રહી છે. મેના પ્રથમ સપ્તાહમાં પહેલા તબક્કાના ભાવ વધારાનો કંપનીનો પ્લાન છે. લોકોએ પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં તેજી માટે તૈયાર રહેવું પડશે.

(સંકેત)