- પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યો છે વિરોધાભાસ
- કેટલાક રાજ્યોમાં 112 તો કેટલાક રાજ્યોમાં 83 રૂપિયામાં પેટ્રોલ વેચાઇ રહ્યું છે
- તમારા શહેરના ભાવ આ રીતે ચેક કરો
નવી દિલ્હી: સરકાર દ્વારા થોડાક સમય પહેલા પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો જેને કારણે દેશના કેટલાક રાજ્યોમાં તો લોકોને આંશિક રાહત મળી હતી જો કે હજુ પણ દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ 100ને પાર વેચાઇ રહ્યું છે.
પેટ્રોલની કિંમતમાં વિરોધાભાસ પર નજર કરીએ તો જ્યાં રાજસ્થાનમાં એક લીટર પેટ્રોલ 112 રૂપિયા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ પોર્ટ બ્લેયરમાં માત્ર 83 રૂપિયામાં એક લીટર પેટ્રોલ મળી રહ્યું છે. આ કારણે રાજ્ય દર રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર લાગનારા વેટના દરોમાં અંતર જોવા મળશે.
બીજી તરફ દિલ્હીની વાત કરીએ તો ત્યાં એક લીટર પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા છે. ડીઝલનો ભાવ 86.67 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત 109.98 અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 104.67 તથા ડીઝલ 89.79 રૂપિયા લીટર છે.
શહેર પેટ્રોલ ડીઝલ
શ્રીગંગાનગર 112.11 95.26
પોર્ટ બ્લેયર 82.96 77.13
દિલ્હી 103.97 86.67
મુંબઈ 109.98 94.14
ચેન્નાઈ 101.40 91.43
કોલકત્તા 104.67 89.79
ભોપાલ 107.23 90.87
રાંચી 98.52 91.56
બેંગ્લુરુ 100.58 85.01
પટના 105.90 91.09
ચંદીગઢ 94.23 80.90
લખનૌ 95.28 86.80
નોઈડા 95.51 87.01
આપને જણાવી દઇએ કે દૈનિક ધોરણે સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન તેમજ અન્ય વસ્તુઓ જોડાયા બાદ તેના ભાવ બે ગણા થઇ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શું છે. આ આધારે રોજ પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં ફેરફાર થઇ જાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ ક્રૂડ કંપનીઓ કરે છે.
જો તમે પણ તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત જાણવા માંગતા હોવ તો SMS મારફતે જાણી શકાય છે. તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે.