Site icon Revoi.in

ક્રૂડ ઓઇલના ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટ્યા પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ યથાવત્

Social Share

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો મોટા ભાગના શહેરોમાં યથાવત્ જોવા મળી રહ્યા છે.

બુધવારે IOCL દ્વારા જાહેર કરાયેલા ભાવ અનુસાર કિંમતો યથાવત્ જોવા મળી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર તેની કોઇ અસર જોવા મળી નથી એટલે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા માટે હજુ વધુ રાહ જોવી પડશે.

દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતની વાત કરીએ તો પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર જ્યારેડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઇ રહ્યું છે. ક્રૂડ ઓઇલ ઇન્ટરનેશનલ માર્કેટમાં 72 ડોલર પ્રતિ બેરલની નીચે ચાલી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે દૈનિક રીતે સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાતી હોય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમત પર એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડાયા બાદ તેના ભાવ બમણા થઇ જાય છે.

આ રીતે ભાવમાં થાય છે ફેરફાર

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો એ વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવને આધારે થાય છે. આ માપદંડોના આધાર પર ઑઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવતાલ નક્કી કરે છે.

નોંધનીય છે કે, અત્યારે પેટ્રોલ અને ડીઝલના આસમાનને આંબતા ભાવથી સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે સરકાર આ કિંમતોને ઓછી કરવા માટે નવી યોજના બનાવી રહી છે. સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને જીએસટીના દાયરામાં લાવવા માટે પણ વિચારણા કરી રહી છે. તે ઉપરાંત અન્ય અર્થવ્યવસ્થાઓની સાથે તાલમેલ બેસાડવા માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહી છે.