- પંજાબ નેશનલ બેંક કૌંભાડનો મુખ્ય આરોપી મેહુલ ચોકસી લાપતા
- એન્ટિગા પોલીસે ફરિયાદ નોંધીને તેની શોધખોળ શરૂ કરી
- છેલ્લે તે રવિવારે જોવા મળ્યો હતો
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌંભાડનો મુખ્ય કૌંભાડી અને ભાગેડુ વેપારી મેહુલ ચોકસી લાપતા થયો છે. એન્ટિગા અને બારબુડામાં મેહુલ ચોક્સી લાપતા થયો છે અને પોલીસ તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ કમિશનર એટલી રૉડન અનુસાર પોલીસ હાલમાં ભાગેડૂ હીરા વેપારી મેહુલ ચોક્સીનું ઠેકાણું શોધી રહી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, એન્ટિગો પોલીસે ભાગેડૂ કારોબારી અને આરોપી મેહુલ ચોક્સી લાપતા હોવાનો કેસ નોંધ્યો છે. છેલ્લે તે રવિવારે સાંજે પોતાના રહેણાંકથી કારમા નીકળતો જોવા મળ્યો હતો. એન્ટિગાના જોનસન પોઇન્ટ પોલીસ સ્ટેશને આ અંગે કેસ દાખલ કર્યો છે. ત્યાંના સ્થાનિક લોકોને પણ ચોક્સી અંગે માહિતી હોય તો જાણ કરવા કહ્યું છે.
કેરેબિયન દ્વીપ એન્ટીગા એન્ડ બારબુડાની નાગરિકતા લેનારો ચોક્સી રવિવારે દ્વીપના દક્ષિણી ક્ષેત્રમાં ગાડી ચલાવતો જોવા મળ્યો હતો. બાદમાં તેની ગાડી મળી પરંતુ ચોક્સીના કોઈ સગડ નથી મળ્યા. જાણવા મળ્યા મુજબ તેમના વકીલને મોકલામાં આવેલા સવાલનો પણ કોઈ જવાબ નથી મળ્યો.
આપને જણાવી દઇએ કે, પંજાબ નેશનલ બેંકમાંથી કથિત 13,500 કરોડ રૂપિયાની હેરાફેરી કેસમાં નિરવ મોદી અને મેહુલ ચોક્સી સંડોવાયેલા છે.