- PNB બેંક કૌંભાડના આરોપી નિરવ મોદીની બહેને ભારત સરકારને મોકલ્યા રૂપિયા
- નીરવ મોદીની બહેને ભારત સરકારને બ્રિટનથી 17.25 કરોડ રૂપિયા મોકલ્યા
- જેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે
નવી દિલ્હી: પીએનબી કૌભાંડ મામલાના આરોપી નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી એવી પૂર્વી મોદીએ બ્રિટનના પોતાના બેંક ખાતામાંથી ભારત સરકારને 17.25 કરોડ રૂપિયા મોકલ્યા છે. જેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે.
અગાઉ, નીરવ મોદીને યુકે કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. યુ.કે. હાઇકોર્ટે નીરવ મોદીની અરજીને 23 જૂને ફગાવી દીધી હતી. જેમાં ભારતમાં તેમના પ્રત્યાર્પણને રોકવાની અપીલ કરવામાં આવી હતી. હકીકતમાં, આ વર્ષે એપ્રિલના રોજ, યુ.કે.ના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે મોદીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.
Purvi Modi (sister of Nirav Modi )remitted an amount of USD 2316889.03 from the UK Bank account to the bank account of Government of India, Directorate of Enforcement. Thus, ED was able to recover appx. Rs.17.25 Crore (USD 2316889.03) from the Proceeds of crime. pic.twitter.com/nVKjO0lxGO
— ED (@dir_ed) July 1, 2021
મહત્વનું છે કે, નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ મંળીને પંજાબ નેશનલ બેંક સાથે 11 હજાર કરોડથી વધુની છેતરપિંડી કરી છે. બેંકના ઘણા અધિકારીઓ પણ આ કામમાં સંડોવાયેલા છે. છેતરપિંડી કાયદેસરના લેટરપેડ દ્વારા કરવામાં આવ્યું હતું. જે મામલે CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બેંક કૌંભાડ અને મની લોન્ડરિંગ હેઠળના બે કેસ નોંધાયા હતા.