Site icon Revoi.in

1 સપ્ટેમ્બરથી Positive Pay System થઇ લાગૂ, જાણો આ સિસ્ટમ કઇ રીતે કામ કરે છે

Social Share

નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે 1 સપ્ટેમ્બર 2021થી ચેકના ઉપયોગ અંગે Positive Pay System લાગૂ કરવામાં આવી છે. ચેક પેમેન્ટ સંબંધિત છેતરપિંડી અટકાવવા માટે RBI એ આ સિસ્ટમ લાગૂ કરી છે. ચાલો આ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે વાંચીએ.

પોઝિટિવ પે સિસ્ટમ રૂ.50,000થી ઉપરની કિંમતના ચેક પર લાગુ થાય છે. જો કે આ સિસ્ટમ સમજતા પહેલા ચેક દ્વારા ચૂકવણીની સમગ્ર સિસ્ટમ કેવી રેત કાર્ય કરે છે તે જોવું પડશે. ધારો કે મારું એકાઉન્ટ SBIમાં છે અને તમારું એક્સિસ બેંકમાં છે. મે કોઇ કાર્ય અર્થે તમને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે.

તમે આ ચેક તમારી બેંક એટલે કે એક્સિસ બેંકને આપ્યો. એક્સિસ બેંક આ ચેક મારી બેંક એટલે કે એસબીઆઈને સીટીએસ (Cheque Truncation System) દ્વારા મારી બેંક એટલે કે SBIને બતાવશે. એસબીઆઈ તે ચેકમાં દર્શાવેલ રકમ તમારી એક્સિસ બેંકને આપશે, અને તમને રૂપિયા મળી જશે.

હવે અહીંયા છેતરપિંડી કઇ રીતે થઇ શકે તે અંગે વાત કરીએ તો મેં તમને 1 લાખનો ચેક આપ્યો છે, જો તમે કોઇક રીતે તેમાં ગોટાળો કરીને 10 લાખનો ચેક બનાવ્યો છે, તો તે મારા માટે મુશ્કેલ હશે. જો કે હવે નવી Positive Payment Systemમાં જ્યારે હું કોઇને ચેક આપીશ ત્યારે તમારે ચેક આપવાની સાથે આ ચેકની સંપૂર્ણ વિગતો મારી બેંકને આપવાની રહેશે. જેમ કે ચેકની તારીખ, લાભાર્થીનું નામ, ખાતા નંબર, કુલ રકમ અને અન્ય જરૂરી માહિતી બેંકને આપવાની રહેશે.

જ્યારે તમે મારો આપેલ ચેક તમારી બેંક (એક્સિસ બેંક) ને આપો, ત્યારે તે CTS મારફતે મારી બેંક એટલે કે SBI ને મોકલશે. SBI મારા દ્વારા મોકલેલી વિગતો સાથે આ ચેકની માહિતીને મેચ કરશે. જો વિગતો મેળ ખાતી હોય, તો તે ચેક ક્લીઅર કરશે, અન્યથા ચેક નકારવામાં આવશે.

જો કે સવાલ એ છે કે હું મારી બેંકને કોઇપણ ચેક વિશે માહિતગાર કેવી રીતે કરીશ? તો આ માટે તમે મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો. જો તમે મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરતા નથી, તો તમે બેંકની વેબસાઇટ અથવા SMS દ્વારા પણ તમારી બેંકની માહિતી આપી શકો છો.

અત્રે ઉલ્લેખનીય છે કે RBI એ 1 જાન્યુઆરી, 2021 થી પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી હતી. બેંકો ધીમે ધીમે તેને ઘણા તબક્કામાં લાગુ કરી રહી છે. 1 સપ્ટેમ્બર, 2021થી એક્સિસ બેન્કે આ સિસ્ટમને ફરજિયાત બનાવી દીધી છે.