Site icon Revoi.in

નવા વર્ષે ખિસ્સા કરવા પડશે હળવા, આ વસ્તુઓ થશે વધુ મોંઘી

Social Share

નવી દિલ્હી: આગામી વર્ષની શરૂઆતથી સાનાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. નવા વર્ષની શરૂઆતથી સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો લાગશે. આગામી વર્ષથી કપડાં, જૂતા ચપ્પલથી માંડીને ઑનલાઇન ફૂડ મોંઘુ થવા જઇ રહ્યું છે. 1 જાન્યુઆરીથી રેડીમેડ ગારમેન્ટ્સ પર જીએસટી દર 5 ટકાથી વધીને 12 ટકા થઇ જશે. તેનાથી કપડાંની કિંમત વધશે.

જીએસટીમાં વધારો થવાની સીધી અસર રિટેલ વેપાર પર પણ પડશે. રેડીમેડના વ્યાપાર સાથે જોડાયેલા વેપારીઓ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. જો કે સરકાર આ બાબતે મક્કમ છે. એવામાં નવા વર્ષથી કપડાં ખરીદવા માટે ગ્રાહકોએ વધુ ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે.

સરકારે કપડાં અને ચપ્પલ જેવા તૈયાર માલ પર ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીને 5 ટકાથી વધારીને 12 ટકા કરી દીધો છે. આ ટેક્સ સ્લેબમાં નવો ફેરફાર 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.

ભારત સરકારે આગામી 1 જાન્યુઆરીથી ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી કરનાર ઇ-કોમર્સ ઓપરેટર્સ પર 5 ટકા જીએસટી લગાવવાનું ચાલુ કરશે. તેને કારણે આ બોજ ઝોમેટો અને સ્વિગી ગ્રાહકો પર ઠાલવશે અને તેનાથી ઑનલાઇન ફૂડ વધુ મોંઘુ થશે.