- કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
- મોદી સરકારે ખાનગી બેંકો પર સરકારી કામકાજ કરવા પર લાગેલા પ્રતિબંધ હટાવ્યો
- ખાનગી બેંકો ભારતના અર્થતંત્રના વિકાસમાં સરકારી બેંકોની જેમ જ મહત્વનો ફાળો આપી શકશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારને મહત્વનો નિર્ણય લીધો છે. મોદી સરકારે ખાનગી બેંકો પર સરકારી કામકાજ કરવા પર લાગેલા પ્રતિબંધને હટાવી લીધો છે. આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે હવેથી ખાનગી બેંકો ભારતના અર્થતંત્રના વિકાસમાં સરકારી બેંકોની જેમ જ મહત્વનો ફાળો આપી શકશે.
નાણાં મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ નિર્ણયથી સરકારની સામાજીક કલ્યાણની યોજનાઓનો વિસ્તાર બહોળો થશે અને ગ્રાહકોની સુવિધામાં વધારો થશે. ખાનગી બેંકો પર સરકારી કામકાજ ન કરવાના પ્રતિબંધ હટવાથી સરકાર સાથે સંકળાયેલા બેંકિંગ ટેક્સ કલેક્શન, મહેસૂલ સંબંધિત લેવડ-દેવડ, પેન્શન ચૂકવણી અને કિસાન બચત પત્ર જેવી નાની બચત યોજનાઓમાં પણ ખાનગી બેંકો દ્વારા રોકાણ આવશે.
RBI આગામી સમયમાં અન્ય સરકારી કામકાજના સંચાલનની મંજૂરી પણ ખાનગી ક્ષેત્રની બેન્કોને સોંપી શકે છે.
નાણાં મંત્રીની આ જાહેરાત સાથે જ નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં જોરદાર ઉઠાળો આવતા 36,493 પર પહોંચી ગયો હતો. આ સાથે ખાનગી ક્ષેત્રની બેન્કો જેવી કે એક્સિક બેન્ક, આઇસીઆઇસીઆઇ અને એચડીએફસીના શેરમાં 4થી5 ટકાનો ઉછાળો આવ્યો હતો.
(સંકેત)