Site icon Revoi.in

અતાનુ ચક્રવર્તીની HDFC બેંકના પાર્ટ ટાઇમ ચેરમેન પદે થશે નિમણૂંક

Social Share

નવી દિલ્હી: HDFC બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે અતાનુ ચક્રવર્તી જોવા મળશે. રિઝર્વ બેંકે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ચક્રવર્તી નાણાં મંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવ રહી ચૂક્યા છે. HDFC બેંકે એક નોટિસમાં કહ્યું છે કે, RBIએ મોકલેલા સંદેશ દ્વારા અતાનુ ચક્રવર્તીની બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકેની નિમણૂકને મંજૂરી આપી છે. તેમની નિમણૂક 5 મે, 2021 અથવા તેમના કાર્યભાર ગ્રહણ કર્યાના દિવસથી ત્રણ વર્ષ માટે હશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી સમયમાં બેંકના ડાયરેક્ટર બોર્ડની બેઠક બોલાવાશે, જેમાં અતાનુ ચક્રવર્તીની બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન અને વધારાના સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક અંગે વિચારણા કરવામાં આવશે.

અતાનુ ચક્રવર્તી 1985ની બેચના ગુજરાત કેડરની ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી છે. એપ્રિલ 2020 માં તેઓ આર્થિક બાબતોના વિભાગના સચિવ તરીકે નિવૃત્ત થયા. તેમણે ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપમ) વિભાગમાં સચિવ તરીકે પણ કામ કર્યું છે. આ બંને વિભાગ કેન્દ્રિય નાણાં મંત્રાલય હેઠળ છે.

મહત્વનું છે કે, એચડીએફસી બેંકના અધ્યક્ષ તરીકે અતાનુ ચક્રવર્તીની નિમણૂક સાથે તે ખાનગી ક્ષેત્રની બીજી બેંક બનશે, જેમાં ભૂતપૂર્વ અમલદારને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા જીસી આઈસીઆઈસીઆઈ બેંકમાં ભૂતપૂર્વ પેટ્રોલિયમ સચિવ અને નાણાં મંત્રાલયના વધારાના સચિવ હતા. અધ્યક્ષ તરીકે ચતુર્વેદીની નિમણૂક કરવામાં આવી હતી.

(સંકેત)