Site icon Revoi.in

જો બેન્ક ખાતા પર કેશ-ઓવરડ્રાફ્ટ સેવા લેશો તો હવે નહીં ખુલી શકે કરંટ એકાઉન્ટ

Social Share

દેશમાં અનેક લોકો લોન લઇને લોન ના ભરીને દગાખોરી કરતા હોય છે. આ લોકો પર લગામ કસવાના હેતુસર આરબીઆઇએ આકરું પગલું ભર્યું છે. RBIએ બેન્કોને આદેશ આપ્યો છે કે જે ગ્રાહકોના ખાતામાં પહેલાથી કેસ કે ઓવરડ્રાફ્ટ દ્વારા ક્રેડિટ સુવિધા ઉપલબ્ધ છે, તે ગ્રાહકોના કરંટ એકાઉન્ટ ખોલવામાં ના આવે.

આરબીઆઇએ લોન માટે લોન માટે જુદા જુદા એકાઉન્ટ ઇસ્તેમાલ કરવા પર પ્રતિબંધ લગાવા માટે નવા ઉપાય જણાવ્યા છે. કરંટ એકાઉન્ટને ચાલુ ખાતા પણ કહેવામાં આવે છે જેનો ઉપયોગ વ્યાપારિક લેવડદેવડ માટે કરવામાં આવે છે.

RBI એ કરંટ એકાઉન્ટને લઇને જાહેર કર્યો આ આદેશ

આરબીઆઇના નિર્દેશ અનુસાર કોઇ પણ બેન્ક તે ગ્રાહકો માટે કરંટ એકાઉન્ટ નહીં ખોલે, જેણે બેન્કિંગ પ્રણાલીથી કેશ ક્રેડિટ અથવા ઓવર ડ્રાફ્ટ સુવિધા પ્રાપ્ત કરી છે.

જાણો શું છે કરંટ એકાઉન્ટ

કરંટ એકાઉન્ટ વ્યાપાર કરતા લોકો માટે એક બેન્ક ખાતુ છે, જે રોજ માટે વ્યાપારિક વ્યવહાર કરવાની વેપારીને સુવિધા પૂરી પાડે છે. ચાલુ ખાતામાં પડેલા નાણાં કોઈપણ સમયે બેંક શાખા અથવા એટીએમમાંથી ઉપાડી શકાય છે. આમાં કોઈ પ્રતિબંધ નથી. ખાતાધારકો ગમે ત્યારે પૈસા ઉપાડી શકે છે. એટલે કે, કરંટ ખાતામાં, તમે તમારા દિવસમાં જોઈએ તેટલા વ્યવહાર કરી શકો છો.

(સંકેત)