Site icon Revoi.in

1 જાન્યુઆરીથી RBIએ કેટલાક નવા નિયમો કર્યા જારી, જાણો તેના વિશે?

Social Share

નવી દિલ્હી: RBIએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અનુસાર કાર્ડ ટોકનાઇઝેશન સિસ્ટમની સમયમર્યાદા 30 જૂન, 2022 સુધી લંબાવી છે.

RBIના પરિપત્ર અનુસાર, કાર્ડ ટોકનાઇઝેશન સિસ્ટમની મર્યાદા 6 મહિના સુધી લંબાવવામાં આવી છે.

સપ્ટેમ્બરમાં RBIએ કોઇપણ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ હેઠળ, કાર્ડ ઑન ફાઇલ ટોકનાઇઝેશન 31 ડિસેમ્બર, 2021 સુધીમાં તમામ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી તેમના ડેટામાંથી દૂર કરવાનું હતું.

આરબીઆઈએ એક પરિપત્ર જારી કરીને તમામ પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર્સ અને પેમેન્ટ સિસ્ટમ પાર્ટિસિપન્ટને પૂછ્યું છે કે ‘વિવિધ સહભાગીઓ દ્વારા મળેલી અરજીઓને ધ્યાનમાં રાખીને, CoF ડેટા સ્ટોર કરવાની સમય મર્યાદા 6 મહિના એટલે કે 30 જૂન, 2022 સુધી લંબાવવામાં આવી છે. આ પછી આ ડેટા ડિલીટ કરી દેવા જોઈએ.

RBIના કેટલાક નવા નિયમો

ગ્રાહકોએ કોઇપણ વેબસાઇટ પરથી ચેકઆઉટ કરતી વખતે તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરવી પડશે કારણ કે તેમના કાર્ડની વિગતો હવે આ પ્લેટફોર્મ્સ પર સાચવવામાં આવશે નહીં. જો કે, આવી સ્થિતિમાં, દરેક ટ્રાન્ઝેક્શનમાં કાર્ડની વિગતો ઉમેરવાથી ઝંઝટથી બચવાનો માર્ગ ટોકન્સ દ્વારા ઉકેલાશે.

ટોકનાઇઝેશન શું છે

ટોકનાઇઝેશન એ તમારા કાર્ડની વિગતો માટે એક યુનિક અલ્ગોરિધમ-જનરેટેડ કોડ અથવા ટોકન છે. ટોકન ગ્રાહકોને કાર્ડની વિગતો જાહેર કર્યા વિના આ પ્લેટફોર્મ પર સરળતાપૂર્વક ચૂકવણી કરવાની મંજૂરી આપશે.

આ હેઠળ, 30 જૂન, 2022 થી, ગ્રાહકો એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી, ઝોમેટો અથવા અન્ય કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કાર્ડની વિગતો સાચવી શકશે નહીં. ઓનલાઈન વ્યવહાર કરવા માટે, જ્યારે પણ ઓર્ડર આપવામાં આવે ત્યારે ગ્રાહકોએ તેમના કાર્ડની વિગતો દાખલ કરવાની જરૂર પડશે. દરેક ઓર્ડરમાં કાર્ડની વિગતો દાખલ કરવાની ઝંઝટને ટાળવા માટે, ગ્રાહકો તેમના કાર્ડને ટોકનાઇઝ કરી શકે છે.

રિપોર્ટ અનુસાર, જો તમે Discover, Diners, RuPay અથવા American Expressના કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારે 30 જૂન, 2022 થી મેન્યુઅલ ઓનલાઈન પેમેન્ટ માટે દર વખતે તમારા કાર્ડની માહિતી દાખલ કરવી પડશે. જો તમે વિઝા અથવા માસ્ટરકાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારે કાર્ડની માહિતીને નવા ફોર્મેટમાં સેવ કરવા માટે માટે ઓફિશિયલ કરવાની જરૂર પડશે.

RBIની નવી માર્ગદર્શિકા Google Play Store, YouTube અને Google Ads જેવી તમામ ચુકવણી સેવાઓને અસર કરશે. નવા ફોર્મેટ હેઠળ, તમારે 30 જૂન, 2022 સુધી તમામ ઓનલાઈન મેન્યુઅલ પેમેન્ટ માટે દર વખતે તમારા કાર્ડની માહિતી દાખલ કરવી પડશે.