- સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને ઝટકો
- RBIએ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો
- RBIના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ SBIને ફટકારાયો દંડ
નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને ઝટકો લાગ્યો છે. RBIએ સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને 1 કરોડ રૂપિયાનો મૌદ્રિક દંડ ફટકાર્યો છે. ફ્રોડ્સ વર્ગીકરણ અને કોમર્શિયલ બેંક દ્વારા રિપોર્ટિંગ 2016નામાં રહેલા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને આ દંડ ફટકારાયો છે.
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 47A(1)(c)ની સાથે 46(4)(i) અને 51(1)ની ધારાઓ હેઠળ SBI પર આ દંડ લગાવાયો છે. રેગ્યુલેટરી નિયમોનું પાલન ન કરવા પર અને બેંક દ્વારા ગ્રાહકો સાથે થયેલાં કોઇપણ ટ્રાન્ઝેક્શન અને કરારની માન્યતા સાથે સંબંધિત નથી.
RBIએ કરેલા સ્ક્રૂટિની ચેકમાં સામે આવ્યું હતું કે, SBIએ RBIના કેટલાક નિર્દેશોનું પાલન નથી કર્યું. આરબીઆઇ દ્વારા ગ્રાહકોનાં એકાઉન્ટની સાથે તેનાથી સંબંધિત કોરસ્પોન્ડન્સ અને અન્ય બાબતોની પણ તપાસ કરવામાં આવી હતી.
આ બાદ RBIએ SBIને નોટિસ ફટકારી હતી અને પૂછવામાં આવ્યું હતું કે, નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તો કાર્યવાહી કેમ ના કરવામાં આવે? જે બાદ SBIએ નોટિસનો જવાબ મોકલ્યો હતો. પણ જવાબથી RBI અસંતુષ્ટ હતું અને બાદમાં RBIએ સરકારી બેંકને 1 કરોડનો દંડ ફટકાર્યો હતો.
RBI દ્વારા SBI ઉપરાંત પ્રાઇવેટ બેંક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ઉપર પણ 1.95 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.