- SBI બાદ એક સરકારી બેંક સામે કાર્યવાહી
- RBIએ યુનિયન બેંક ઑફ ઇન્ડિયા પર ફટકાર્યો દંડ
- બેંકે કેટલીક શરતોનું ઉલ્લંઘન કરતા RBIએ કરી કાર્યવાહી
નવી દિલ્હી: SBI બાદ હવે RBIએ વધુ એક સરકારી બેંકને મોટો દંડ ફટકાર્યો છે. RBIએ યુનિયન બેંક ઑફ ઇન્ડિયા પર 1 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. આ દંડ RBIના કેટલાક નિયમોના ઉલ્લંઘન પર લગાવવામાં આવ્યો છે. યુનિયન બેંક ઑફ ઇન્ડિયાએ (Fraud-Classification& Reporting by commercial banks&select FIs) Directions 2016” અને “Guidelines on Sale of Stressed Assets by Banks”ની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. તેથી બેંક સામે RBIએ કડક કાર્યવાહી કરી છે.
અગાઉ પણ RBIએ દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરતી સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક પર એક કરોડ રૂપિયા અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પર 1.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
નોંધનીય છે કે, SBIના એક કસ્ટમર એકાઉન્ટની તપાસમાં એવું માલુમ પડ્યું હતું કે, બેંકે તે એકાઉન્ટમાં થયેલા ફ્રોડ અંગે માહિતી આપવામાં મોડું કર્યું હતું. RBIએ આ અંગે SBIને કારણદર્શક નોટિસ ફટકારી હતી. બેંક પાસેથી રિપોર્ટ મળ્યા બાદ RBIએ બેંક સામે કાર્યવાહી કરી હતી.