Site icon Revoi.in

RBIએ HDFC બેંકને આપી મોટી રાહત, આ પ્રતિબંધ હટાવ્યો

Social Share

નવી દિલ્હી: ખાનગી સેક્ટરની મોટી બેંક HDFC બેંકને મોટી રાહત મળી છે. RBIએ બેંકને મોટ રાહત આપી છે. બેંક પર નવા ક્રેડિટ કાર્ડ આપવા સામે છેલ્લા 8 મહિનાથી લગાવાયેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ગત વર્ષે 3 ડિસેમ્બરે HDFC બેંક પર નવા ક્રેડિટ કાર્ડ આપવા સામે પ્રતિબંધ લગાવી દીધો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર HDFC બેંકના પ્રવક્તાએ બેંક પરથી હટેલા પ્રતિબંધની પુષ્ટિ કરી છે. છેલ્લા વર્ષમાં બેંકના પ્લેટફોર્મ પર ડિજીટલ બેન્કિંગ, કાર્ડ્સ અને પેમેન્ટ્સ સાથે સંલગ્ન ઘણી સમસ્યાઓ આવી હતી. તેને પગલે RBIએ આ પગલું ઉઠાવ્યું હતું. નવા કાર્ડ આપવા સામેના પ્રતિબંધના કારણે છેલ્લા કેટલાક મહિનામાં તેની બજાર ભાગીદારી ઓછી થઇ છે. ડિસેમ્બરમાં તેનો કુલ કાર્ડ બેઝ 15.38 મિલિયન હતો. જે જૂનમાં ઘટીને 1.82 મિલિયન થઇ ગયો.

જોકે, જૂનના અંતમાં બેંકના સીનિયર મેનેજમેન્ટે મીડિયા સાથે વાતચીતમાં આશા વ્યક્ત કરી હતી કે, પ્રતિબંધ હટ્યા પછી બેંક આ નુકસાનની ભરપાઈ કરી લેશે. એચડીએફસી બેંકના ગ્રુપ હેડ (પેમેન્ટ્સ, કન્ઝુમર ફાઈનાન્સ, ડિજિટલ બેન્કિંગ અને આઈટી) પરાગ રાવે કહ્યું કે, પ્રતિબંધ હટ્યા પછી બેંક માર્કેટમાં જોરદાર કમબેક કરવા માટે તૈયાર છે.