Site icon Revoi.in

RBIએ ચેક, કેશ અને લોનને લઈને નિયમોમાં કર્યો આ ફેરફાર

Social Share

 

RBI એ ગ્રાહકો માટે કેટલાક નિયમોમાં કર્યો ફેરફાર
– ચેક, કેશ અને લોનને લઈને નિયમો બદલાવ્યાં
– હવે આ નિયમો લાગૂ પડશે

આરબીઆઇએ બેંકના ગ્રાહકોની સહુલિયતને ધ્યાનમાં રાખીને અનેક મોટા નિયમોમાં ફેરફાર કર્યો છે આ ફેરફારમાં ચેક પેમેન્ટ, ઓનલાઇન પેમેન્ટ અને ગોલ્ડ લૉનને લઈને ફેરફાર કરવામાં આવ્યા છે.

ગોલ્ડ લોનનો નિયમ
આરબીઆઇએ ગોલ્ડ જ્વેલરી પર દેવાની વેલ્યુને વધારી દીધી છે. હવે લૉન પર 90 ટકા સુધીની દેવું મળી શકશે. અત્યાર સુધી ગોલ્ડની વેલ્યુ પર 75 ટકા જ લોન મળતી હતી.

ચેક પેમેન્ટ સિસ્ટમ
આરબીઆઈ દ્વારા ચેક પેમેન્ટ સિસ્ટમ ને વધુ સુરક્ષિત કરવામાં આવી છે. આરબીઆઈ દ્વારા 50,000 રૂપિયા કે તેથી વધુના ચેકની ચૂકવણી પર નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પોઝિટિવ પેની સિસ્ટમ હેઠળ ચેક જાહેર કરવાના સમયે તેના ગ્રાહક દ્વારા આપવામાં આવતી જાણકારીના આધાર પર ચેક ને બેંકમાં ચુકવણી કરતા પહેલા ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવશે. આ નવા નિયમથી ગ્રાહકો સાથે થતી છેતરપિંડી ઘટશે.

ઓફલાઈન રિટેલ પેમેન્ટ
હવે ઓફલાઈન રિટેલ પેમેન્ટ કાર્ડ કે મોબાઈલ ડિવાઇસ દ્વારા ડિજિટલ પેમેન્ટ વગર ઈન્ટરનેટ જોડાણથી પણ કરવામાં આવશે. RBI એ ડિજિટલ લેવડદેવડ ને પ્રોત્સાહન આપવા ઓફલાઈન રિટેલ પેમેન્ટની એક પાયલટ સ્કીમને મંજૂરી આપી છે.

તે ઉપરાંત RBI એ સ્ટાર્ટઅપની પ્રાયોરિટી સેકટર લેડિંગ જોડી છે. આ પગલાં હેઠળ સ્ટાર્ટઅપ ને બેંકોથી ફંડ મેળવવામાં સરળતા રહશે.

ODR સિસ્ટમ દેશમાં ડિજિટલ ટ્રાંજેક્શનને ઝડપથી વધારશે. સાથે ફેલ થયેલા ડિજિટલ ટ્રાંજેક્શન માટે ઓનલાઇન ડિસ્પ્યૂટ રિજોલ્યૂશન સિસ્ટમનો સહાય લેવામાં આવશે જેથી ઓનલાઇન ટ્રાજેક્શનથી જોડાયેલા વિવાદથી છૂટકારો મેળવી શકાય. શરૂઆતી રીતે તેને ઓથરાઇઝ્ડ PSOની ODR સિસ્ટમને લાગુ કરવાની કરવાની રહેશે.

(સંકેત)