Site icon Revoi.in

RBIએ પર્સનલ લોનના નિયમોમાં ફેરફાર કર્યો, જાણો શું ફેરફાર થયો?

Social Share

નવી દિલ્હી: જો તમે પણ હવે લોન લેવાનું વિચારતા હોય તો પહેલા નવા નિયમો વિશે જાણી લેજો. હકીકતમાં, RBIએ લોનના નિયમોમાં ફેરફાર કર્યો છે. RBIએ ડાયરેક્ટર્સ માટે પર્સનલ લોનની લિમિટનું સંશોધન કર્યું છે. આપને જણાવી દઇએ કે પહેલા કોઇપણ બેંકના ડાયરેક્ટર માટે પર્સનલ લોનની લિમિટ 25 લાખ રૂપિયા હતી જેને વધારીને હવે 5 કરોડ કરવામાં આવી છે.

હવે RBI તરફથી જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, બેંકોને પોતાની બેંકથી અને અન્ય બેંકોના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર્સ અથવા ડાયરેકટર્સના પતિ અથવા પત્ની અને આશ્રિત બાળકો સિવાય કોઇપણ સગા વહાલાને 5 કરોડથી વધુ લોન આપવાનો અધિકાર નથી. તે ઉપરાંત કોઇપણ ફર્મમાં આ નિયમ લાગુ પડે છે.

ઉધાર લેવાવાળાને ₹25 લાખ અથવા ₹5  કરોડથી ઓછાની લોનની સુવિદ્યાઓના પ્રસ્તાઓને જ ઓથૉરિટી તરફથી મંજૂરી આપી શકાશે. પરંતુ તમામ દસ્તાવેજોની સાથે બોર્ડને જાણકારી આપવામાં આવે તેની પછી જ બોર્ડ આના પર નિર્ણય કરશે.

પહેલા ઘણા બધા એવા કેસ બની ગાયા છે જેમાં ડાયરેક્ટર્સે પોતાના પરિવારને લોન આપવાના હેતુથી પોતાના પદનો દૂરઉપયોગ કર્યો. ICICI બેંકની MD અને CEO ચંદા કોચરથી લઈને ઘણી મોટી હસ્તીઓ પર આ પ્રકારના આરોપ છે.