- રિઝર્વ બેંકની નાણાકીય નીતિની સમીક્ષા બેઠકમાં લેવાયા કેટલાક નિર્ણયો
- બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસએ કેટલીક અગત્યની જાહેરાતો કરી
- RBI એ વ્યાજ દરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી: રિઝર્વ બેંકની નાણાકીય નીતિની સમીક્ષા બેઠક યોજાયા બાદ નિર્ણય આજે આવી ગયો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ બેઠક બાદ અનેક મોટી જાહેરાત કરી છે. અમે આપને બેઠકની 19 અગત્યની જાહેરાત વિશે જણાવીશું જે આપને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ફાયદો કે અસર કરશે.
Bi-monthly Monetary Policy address by RBI Governor, Shri Shaktikanta Das https://t.co/n2aOm0P71S
— ReserveBankOfIndia (@RBI) October 9, 2020
- RBI એ વ્યાજ દરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ 4 ટકા જ રાખ્યો છે
- RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધારો થયો છે. હાલ નાણાંકીય વર્ષમાં અનાજનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે. પ્રવાસી મજૂરો ફરીથી શહેરમાં પાછા ફર્યા છે
- MPCએ સર્વસંમતિથી નિર્ણય કર્યો છે કે રિર્વસ રેટ 3.35 ટકા પર રાખવામાં આવે
- લોકો ઓફિસ પાછા ફર્યા છે. ઓનલાઇન કોમર્સમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2021માં ચોથા ત્રિમાસિક ગાળામાં મોંઘવારીમાં હળવાશ મળશે તેવો આશાવાદ RBIએ વ્યક્ત કર્યો છે
- ડિસેમ્બર 2020થી RTGS કોઇપણ સમયે કરી શકાશે
- અર્થવ્યવસ્થામાં તેજીની આશા રહેલી છે. હાલ સેક્ટર ધીરે ધીરે સારા થઇ રહ્યા છે. ગ્રોથની પણ આશા રાખવામાં આવી છે. રવિ પાકનું આઉટલુક સારું દેખાઇ રહ્યું છે. મહામારીના આ સંકટમાં હવે કોવિડ રોકવા પર વધુ ફોકસ સાથે આર્થિક સુધાર કરવામાં આવશે
- આરબીઆઇ ગવર્નરે કહ્યું કે નાણાંકીય વર્ષ 2021માં જીડીપીમાં 5 ટકા મંદી નજરે પડી હતી. સપ્ટેમ્બરે પીએમઆઇ વધીને 56.9 થઇ ગઇ છે. જાન્યુઆરી 2013માં આ સૌથી વધુ હતી
- સરકારી બેંકો સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગોને આપેલ લોન પર બે ટકાના દરથી આપવામાં આવતી વ્યાજ સહાયને 31 માર્ચ 2021 સુધી વધારવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક આ જાણકારી આપી છે. યોજનાની શર્તોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.
- પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં ગત 6 માસમાં ઉધાર સરેરાશ 5.82 ટકા પર છે. જે 16 વર્ષમાં સૌથી ઓછું છે
(સંકેત)