- ઓમિક્રોનના વધતા ફફડાટ વચ્ચે મીડલ ક્લાસને કોઇ રાહત નહીં
- RBIની મૌદ્રિક નીતિ સમીક્ષા સમિતિએ વ્યાજ દરો રાખ્યા યથાવત્
- રેપો રેટ 4 ટકા તેમજ રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્
નવી દિલ્હી: ઓમિક્રોનના વધતા ફફડાટ વચ્ચે હવે મીડલ ક્લાસને કોઇ રાહત નથી મળી. RBIની મૌદ્રિક નીતિ સમીક્ષા સમિતિએ વ્યાજદરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે.
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં RBIની મોનેટરી પોલિસીની બેઠક યોજાઇ હતી જેમાં નીતિગત દરો યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓમિક્રોનની વધતી દહેશત વચ્ચે RBIની મૌદ્રિક નીતિ સમીક્ષા સમિતિએ બેંચમાર્ક રેટમાં કોઇ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. રેપો રેટ 4 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો છે.
Address by Shri Shaktikanta Das, Governor, Reserve Bank of India https://t.co/dJRQ7nUy9L
— ReserveBankOfIndia (@RBI) December 8, 2021
મૌદ્રિક નીતિ સમીક્ષા સમિતની બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, કોવિડની વચ્ચે અર્થતંત્રને સપોર્ટ આપવા માટે સમિતિને પોતાના વલણને અપનાવી રાખવાનો નિર્ણય કરવો પડ્યો છે. અર્થતંત્રમાં રિકવરી જોવા મળી રહી છે. જો કે રિકવરી એટલી મજબૂત નથી કે પોતાના ભાવ પર સતત તેજી રાખી શકે. ઓમિક્રોનના વધતા સંક્રમણની વચ્ચે આઉટલુક નકારાત્મક જોવા મળી રહ્યો છે.