- તહેવારો પર RBIની ભેટ
- IMPS ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારી
- હવે 5 લાખ રૂપિયા સુધી IMPS ટ્રાન્ઝેક્શન શક્ય થશે
નવી દિલ્હી: મોદી સરકાર કેશલેસ ઇન્ડિયાનું સપનું સેવી રહી છે અને એ જ દિશામાં પ્રયાસરત પણ છે ત્યારે RBI પણ ડિજીટલ બેંકિંગને પ્રમોટ કરવા માટે તત્કાળ પેમેન્ટ સર્વિસ દ્વારા ટ્રાન્ઝેક્શનની લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે. રિઝર્વ બેંકન ગવર્નર શક્તિકાંત દાસે આ જાણકારી આપી હતી. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાન IMPS સેવાને સંચાલિત કરે છે.
RBIની આ પહેલથી ખાસ કરીને ડિજીટલ પેમેન્ટને વેગ મળશે તેમજ ગ્રાહકોને 2 લાખ રૂપિયાથી વધુના ડિજીટલ ટ્રાન્ઝેક્શન માટે વધારાની સુવિધા પ્રાપ્ત થશે. RBI ટૂંક સમયમાં તેના માટે નિર્દેશ જારી કરશે. આ સેવાથી ગ્રાહકો માત્ર 5 જ મિનિટમાં એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે.
બીજી તરફ ઑફલાઇન મોડમાં રિટેલ ડિજીટલ પેમેન્ટ માટે એક માળખુ રજૂ કરવાનો પણ પ્રસ્તાવ છે. પાઇલટ ટેસ્ટના પરિણામો ઉત્સાહજનક હોવાથી દેશભરમાં ઑફલાઇન રિટેલ ડિજીટલ ચૂકવણી માટે એક ફ્રેમવર્ક રજૂ કરવાની પ્રપોઝલ હોવાનું RBI ગવર્નરે કહ્યું હતું. તેનાથી ડિજીટલ પેમેન્ટનો દાયરો વધશે.
આપને જણાવી દઇએ કે, ઑનલાઇન બેંકિંગથી ટ્રાન્સફર કરવાની ત્રણ રીત છે. જેમાં NEFT, IMPS અને RTGS સામેલ છે. IMPS રિયલ ટાઇમ પેમેન્ટ સર્વિસ છે. તેના દ્વારા કોઇપણ એકાઉન્ટ હોલ્ડર દેશમાં ગમે ત્યાં ગમે ત્યારે ફંડ ટ્રાન્સફર કરી શકે છે. આ સર્વિસ 24 કલાક ઉપલબ્ધ છે.