- સામાન્ય લોકોના નાણાં બેંકમાં સુરક્ષિત રહે તે માટે RBIના સૂચનો
- લેવડ-દેવડ માટે દૈનિક મર્યાદા નક્કી કરો: RBI
- સ્થાનિક-આંતરરાષ્ટ્રીય ઉપયોગની મર્યાદા નક્કી કરો
નવી દિલ્હી: સામાન્ય લોકો સાથે નાણાંની છેતરપિંડી ના થાય અને તેઓના નાણાં બેંક ખાતામાં સુરક્ષિત રહે તે માટે RBIએ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગને લઇને નવા નિયમો લાગુ કર્યા છે. આ દિશામાં કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. RBIએ ટ્વીટર હેન્ડલ પર તેની જાણકારી આપી છે.
RBIએ લોકોને તાત્કાલિક ત્રણ કામ કરવાની સૂચન કર્યું છે. પ્રથમ સલાહ કે લેવડ-દેવડ માટે દૈનિક મર્યાદા નક્કી કરો. બીજી સલાહ સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય ઉપયોગની મર્યાદા નક્કી કરો. ત્રીજી સલાહ આંતરરાષ્ટ્રીય ઉપયોગ ચાલુ/બંધ કરો.
.@RBI कहता है..
अपना कार्ड सुरक्षित रखें
-लेन-देन के लिए दैनिक सीमा तय करें
– घरेलू/अंतरराष्ट्रीय उपयोग के लिए सीमा तय करें
-अंतर्राष्ट्रीय उपयोग चालू/बंद करें
यह धोखाधड़ी से होने वाले नुकसान, और आपके खर्च, दोनों को सीमित रखता है#rbikehtahai #StaySafehttps://t.co/mKPAIp5rA3 pic.twitter.com/m2OrHfl7uR— RBI Says (@RBIsays) October 1, 2020
મહત્વનું છે કે આ સંબંધમાં SBI, BOB, ICICI, HDFC બેંકે તેમના ગ્રાહકોને સંદેશા પણ મોકલ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર મળનારી કેટલીક સેવાઓ 1 ઑક્ટોબરથી બંધ કરવામાં આવી રહી છે. તેમાં આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડની સેવાઓ પણ સમાવિષ્ટ છે.
આ વિશે વધુ સરળ શબ્દોમાં સમજીએ તો હવે બેંક ગ્રાહક પોતાના એટીએમ અને ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ જાતે જ નક્કી કરી શકે છે. માની લો કે તમે ઇચ્છો છો કે તમારા કાર્ડ પર 1 હજારથી વધુની રકમ ન ઉપડી શકે તો તેને ઇન્ટરનેટમાં મેન્યૂઅલમાં આવીને ટ્રાન્ઝેક્શન લિમિટ બદલી શકો છો. મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ મશીન કે IVRના માધ્યમથી ક્યારે પણ પોતાના કાર્ડની લિમિટ વધારી શકો છો.
આ સુવિધા 24 કલાક અને સાતેય દિવસ મળશે. એટલે કે હવે તમે પોતાના એટીએમ કાર્ડની ટ્રાન્ઝેક્શન લિમિટ જાતે નક્કી કરી શકશો. આરબીઆઈએ ગ્રાહકોને કહ્યું છે કે પોતાની સુવિધા અનુસાર જ નક્કી કરો કે તેમને કઈ સેવાઓ લેવી છે અને કઈ બંધ કરવી છે.
નોંધનીય છે કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરતી વખતે હવે ગ્રાહકોને સ્થાનિક ટ્રાન્ઝેક્શનની જ મંજૂરી મળશે. અર્થાત્ જો આવશ્યક નહીં હોય તો એટીએમ મશીનથી નાણાં ઉપાડતી વખતે અને પીઓએસ ટર્મિનલ પર શોપિંગ માટે વિદેશી ટ્રાન્ઝેક્શનને મંજૂરી નહીં આપવામાં આવે.
(સંકેત)