Site icon Revoi.in

RBI લાવશે 100 રૂપિયાની નવી ચલણી નોટ, જે ફાટશે કે ઓગળશે નહીં

Social Share

નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં માર્કેટમાં 100 રૂપિયાની નવી નોટ જોવા મળી શકે છે. RBIએ વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે, તે 100 રૂપિયાની નવી નોટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ નોટ ખાસ સુરક્ષિત રહેશે અને તેમાં વાર્નિશ પેન્ટ હશે. આ માટે તે ફાટશે નહીં અને ઓગળશે પણ નહીં.

RBI જે નોટ લાવવા જઇ રહ્યું છે તે ચમકદાર અને ટકાઉ હશે. વાર્નિશ લાગેલા આ નોટ પહેલા ટ્રાયલને માટે જાહેર રાશે અને પછી તેને મોટા પાયે માર્કેટમાં લાવવામાં આવશે.

RBIના વાર્ષિક રિપોર્ટ અનુસાર તે વાર્નિશ પેન્ટ હોવાને કારણે આ નોટ પાણીમાં ઓગળશે નહીં અને ફાટશે પણ નહીં. એટલે કે નોટને ખાસ સંભાળીને રાખવાની જરૂર રહેશે નહીં. RBI દર વર્ષે લાખો-કરોડો ફાટેલી નોટ રિપ્લેસ કરે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે વિશ્વના અનેક દેશો પ્લાસ્ટિક નોટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જેને આધારે RBIએ આ નિર્ણય લીધો છે.

આ નોટની ડિઝાઇન ખાસ હોવાથી બ્લાઇન્ડ વ્યક્તિઓ તેને સરળ રીતે ઓળખી શકશે. આ સિવાય નોટની ક્વોલિટીની સારી કરવા RBIએ મુંબઇમાં બેંક નોટ ક્વોલિટી એશ્યોરન્સ લેબની સ્થાપના કરી છે.

દેશમાં નકલી નોટની સંખ્યા વધી

દેશમાં ગત વર્ષની તલુનામાં આ વર્ષે નકલી નોટની સંખ્યા વધી છે. 10 રૂ.ના 20.2 ટકા, 20 રૂ.ના 87.2 ટકા, 50 રૂ.ની નોટના 57.3 ટકા નકલી નોટ મળી આવી છે.