Site icon Revoi.in

EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર, UANને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારાઇ

Social Share

નવી દિલ્હી: EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ EPF ખાતાધારકોને મોટી રાહત આપી છે. EPFOએ ઉત્તર પૂર્વના સંસ્થાઓ અને અમુક શ્રેણીઓ માટે UANને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા 31 ડિસેમ્બર 2021 સુધી વધારી દીધી છે. EPFOએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે. અગાઉ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ને આધાર નંબર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 1 સપ્ટેમ્બર, 2021 હતી.

સામાજિક સુરક્ષા કોડની કલમ 142 હેઠળ PF ખાતાને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો તમારું આધાર તમારા UAN સાથે જોડાયેલ નથી તો તમારા એમ્પ્લોયર તમારા EPF ખાતામાં માસિક PF યોગદાન જમા કરી શકશે નહીં. ઉપરાંત જ્યાં સુધી લિંકિંગ ન થાય ત્યાં સુધી તમે તમારા EPF ફંડમાંથી લોન કે ઉપાડ કરી શકશો નહીં.

આધાર લિંકિંગ કોઈપણ ઉપાડ માટે ફરજિયાત હોવાથી આધાર સાથે જોડાયેલ UAN માં યોગદાનની રસીદ સભ્યને એમ્પ્લોયરના હસ્તક્ષેપ વગર ઉપાડ મેળવવા અને ઈ-નોમિનેશન ફાઇલ કરવા માટે ઓનલાઇન દાવા દાખલ કરવામાં મદદ કરે છે.

આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું?
>> આધાર નંબરને EPF સાથે લિંક કરવા માટે તમારે EPFO પોર્ટલ epfindia.gov.in પર લોગીન કરવું પડશે.
>> પછી ‘ઓનલાઈન સર્વિસીસ’ વિકલ્પ પર ક્લિક કાર્ય બાદ ‘ઈ-કેવાયસી પોર્ટલ’ અને ‘લિંક યુએએન આધાર’ ક્લિક કરો
>> પછી તમારો UAN નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો. પછી OTP અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
>> આ પછી તમારી આધાર વિગતો ચકાસવા માટે તમારા આધાર નંબર સાથે જોડાયેલા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP જનરેટ કરો