Site icon Revoi.in

તાતા-બિરલાને બેંક ચલાવવા દેવા પર RBIનું મૌન, કડક થયા નિયમો

Social Share

નવી દિલ્હી: ઉદ્યોગ ગૃહોની કોમર્શિયલ બેંકિંગમાં એન્ટ્રીને લઇને RBIએ મક્કમ નથી જણાતી. RBIએ હજુ  આ બાબતે મૌન સેવ્યું છે. RBIએ એક ઇન્ટરનલ વર્કિંગ ગ્રૂપના 33 સૂચનોમાંથી 21નો સ્વીકાર કર્યો છે. તેનાથી તાતા અને બિરલા જેવી કંપનીઓના બેકિંગ બિઝનેસ શરૂ કરવાની આશા પર પાણી ફરી વળે તેવી સંભાવના છે.

આપને જણાવી દઇએ કે ઉદ્યોગ ગૃહો ઘણા સમયથી કોમર્શિયલ બેંકિંગ બિઝનેસમાં એન્ટ્રી કરવા ઇચ્છે છે. ઔદ્યોગિક ગૃહોના કોમર્શિયલ બેંક ચલાવવાના પ્રસ્તાવને RBI પહેલા જ ફગાવી ચૂકી છે. રિઝર્વ બેંકે તે બાદ કહ્યું કે, આ પ્રકારના 12 પ્રસ્તાવો પણ વિચારાધીન છે. તે સાથે જ ભારતીય રિઝર્વ બેંકે મિનિમમ કેપિટલની જરૂરિયાતને બે ગણી કરી હજાર કરોડ રૂપિયા કરી દીધી છે. તે સાથે જ બેંકમાં પ્રમોટર્સની ભાગીદારી 26 ટકા સુધી રાખવાની લીલી ઝંડી આપી છે.

ટાટા અને બિરલા જેવા દિગ્ગજ ઉદ્યોગ ગૃહો હાલમાં નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની ચલાવી રહ્યા છે. એ કારણે ટાટા અને બિરલાની સામે મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, હવે તે એનબીએફસી માટે પણ નિયમો કડક કરવા જઈ રહી છે. એનબીએફસીને પણ હવે એ પ્રકારના નિયમોનું પાલન કરવું પડશે, જેવું બીજી બેંકો માટે છે.

તે સાથે જ ભારતીય રિઝર્વ બેંકે પેમેન્ટ્સ બેંકને 3 વર્ષમાં સ્મોલ ફાઈનાન્સ બેંકમાં બદલવાના પ્રસ્તાવને પણ અભેરાઈએ ચડાવી દીધો છે. એ કારણે પેટીએમ પેમેન્ટ્સ બેંક જેવી કંપનીઓનું કોમર્શિયલ બેંકિંગ બિઝનેસનું સપનું તૂટી ગયું છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, ‘લોકોના સૂચન અને પ્રતિક્રિયા પર વિચાર કર્યા પછી 21 સૂચનોનો સ્વીકાર કરી લેવાયો છે.