Site icon Revoi.in

ઇંધણની કિંમતો મુદ્દે RBI અને સરકાર વચ્ચે ગજગ્રાહ, જાણો શું કહ્યું નાણા મંત્રીએ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ કમર તોડી નાંખી છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના સતત ભડકે બળતા ભાવથી પણ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. મોટા ભાગના શહેરોમાં પેટ્રોલની કિંમતો 100ને પાર થઇ ચૂકી છે. આથી ઑગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં RBIએ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. પરંતુ સરકાર તરફથી હજુ પણ ભાવમાં કાપને લઇને કોઇ નક્કર પગલાં લેવાયા નથી.

ઇંધણના વધતા ભાવ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર ફ્યૂલના ભાવને સતત મોનિટર કરી રહી છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીએ જૂનમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમોડિટીના ભાવમાં તેજી તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું. RBI ખાસ કરીને ક્રૂડ ઑઇલના ભાવમાં તેજીને ગંભીરતાથી લેવાની ચેતવણી ઉચ્ચારી હતી.

નાણામંત્રીએ રિઝર્વે બેંકના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે ફ્યૂલ પર એક્સાઈઝ ડ્યૂટી, સેસ, કેન્દ્ર અને રાજ્ય તરફથી વસૂલવામાં આવતા અન્ય પ્રકારના ટેક્સને ધીરે ધીરે સમન્વિત રીતે સમાયોજિત કરવાની જરૂર છે. આ રીતે ભાવને કંટ્રોલ કરી શકાય છે. ફ્યૂલ મોંઘા થવાથી ઈનપુટ કોસ્ટ ખુબ વધી જાય છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશનથી લઈને તમામ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે. સપ્લાય ચેનને ઠીક કરાઈ છે. ખાદ્ય તેલ પર આયાત ડ્યૂટી ઘટાડવામાં આવી છે. સેસ માફ કરાયું છે. દાળ અને તેલની આયાતને લઈને નિયમો સરળ કરાયા છે. આ ઉપરાંત સ્ટોકને લઈને પણ નિયમમાં ફેરફાર કરાયો છે. આ ઉપાયોની મદદથી કિંમત પર કાબૂ મેળવવાની સતત કોશિશ ચાલુ છે.

આ બાજુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરના કારણે તાત્કાલિક રીતે મોંઘવારી દરમાં ઉછાળો આવશે. આવામાં મોંઘવારી પર કાબૂ મેળવવા માટે નીતિગત હસ્તક્ષેપની જરૂરિયાત છે.