– કોરોનાની મહામારી વચ્ચે સોનાના ભાવમાં તેજી
– રોકાણકારો સોનામાં રોકાણ તરફ વધ્યા
– ગોલ્ડ ETF માં સતત પાંચમા મહિને નવો મૂડીપ્રવાહ
કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન દેશના અર્થતંત્રમાં અનિશ્ચિતતા જોવા મળી હતી. જોકે આ વચ્ચે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાના હાજર ભાવ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. આ જ કારણોસર રોકાણકારોનો સોનામાં રોકાણ તરફ વધુ વળ્યા છે.
રોકાણકારો ખાસ કરીને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સતત રોકાણ કરી રહ્યા છે. રોકાણકારો દ્વારા સતત રોકાણ કરવામાં આવતા સતત પાંચમાં મહિને પણ ગોલ્ડ ઇટીએફમાં નવો મૂડી પ્રવાહ જોવા મળી રહ્યો છે.
ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ ઇટીએફમાં મૂડીપ્રવાહની વાત કરીએ તો ઓગસ્ટમાં ગોલ્ડ ઇટીએફમાં રૂપિયા 907.85 કરોડનો મૂડીપ્રવાહ નોંધાયો છે. AMFI ના ડેટા માં તેનો ઉલ્લેખ કરાયો છે. AMFI ના આંકડા મુજબ જુલાઈ 2020 માં ગોલ્ડ ઇટીએફમાં રૂ.921.19 કરોડનો મૂડીપ્રવાહ નોંધાયો હતો.
મહત્વનું છે કે, ગોલ્ડ ETFમાં સતત નવી મૂડીરોકાણ આવવાથી તેની અંડર એસેટ્સ મેનેજમેન્ટ (એયુએમ) પણ વધી રહી છે. ઓગસ્ટ 2020ના અંતે ગોલ્ડ ઇટીએફની એસેટ્સ રૂ. 13,503.57 કરોડ નોંધાઇ છે જે જુલાઇ 2020ના અંતે રૂ. 12,940.73 કરોડ હતી.
(સંકેત)