1. Home
  2. ગુજરાતી
  3. SBIએ ગ્રાહકોને ચેતવ્યા, નહીં કરો આ કામ તો સાફ થઇ જશે એકાઉન્ટ

SBIએ ગ્રાહકોને ચેતવ્યા, નહીં કરો આ કામ તો સાફ થઇ જશે એકાઉન્ટ

0
Social Share
  • SBIએ ટ્વિટ કરીને પોતાના ગ્રાહકોને ચેતવ્યા
  • ઑનલાઇન કેટલીક તકેદારી રાખવા આપી સૂચના
  • ટ્વિટર મારફતે ગ્રાહકોને કર્યા સતર્ક

નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે ફરીથી ચેતવ્યા છે અને સતર્ક રહેવાની સૂચના આપી છે.

હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મોટા ભાગના લોકો અત્યારે ડિજીટલ રીતે કામકાજ કરવાને વધુ મહત્વ આપી રહ્યા છે અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન પણ ડિજીટલ માધ્યમથી જ કરી રહ્યા છે ત્યારે આ જ બાબતનો લાભ ઉઠાવીને સાઇબર ઠગો લોકોને છેતરી રહ્યા છે અને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરે છે.

SBI ટ્વિટ મારફતે તેના ગ્રાહકોને સાવધ રહેવા કહ્યું છે. ટ્વિટ કરીને લખ્યું છે કે, અમે તમને સલાહ આપીએ છીએ કે દગાખોરોથી સતર્ક રહો અને કોઇપણ સંવેદનશીલ ડેટાને ઑનલાઇન ના શેર કરો અથવા કોઇ અજ્ઞાત સ્ત્રોતથી કોઇ એપને ડાઉનલોડ પણ ના કરો.

SBIએ ગ્રાહકોને દિશા નિર્દેશ આપતા કહ્યું છે કે, પોતાની અંગત જાણકારી જેમ કે જન્મ તારીખ, ડેબિટ કાર્ડ નંબર, ઇન્ટરનેટ બેન્કિંગ યૂઝર આઇડી/પાસવર્ડ, ડેબિટ કાર્ડ પિન નંબર, સીવીવી, ઓટીપી વગેરે શેર ના કરો.

દગાખોરો ગ્રાહકોની પાસે SBI અને RBI અને સરકાર તરફથી કોલ કરવાનો દાવો કરે છે. આ સાથે જ તેમને જાળમાં ફસાવવા પ્રયાસ કરે છે. આ ફોન કોલ્સથી સાવધ રહો અને સાથે જ KYC અપડેટ માટે પણ કોઇ ફોન આવે તો એલર્ટ રહો તે આવશ્યક છે.

તે ઉપરાંત કોઇ અજ્ઞાત સ્ત્રોતથી કોલ/ઇમેઇલ આવે તો મોબાઇલ એપ ડાઉનલોડ ના કરો. તેમાં એટેચમેન્ટ લિંક પર ક્લિક કરવાનું ટાળો. ઇમેઇલ, SMS અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમથી કોઇ પણ ઑફરનો જવાબ ના આપો. તે ગમે તેવી આકર્ષક હોય તો પણ છેતરપિંડીનો શિકાર થતા બચો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code